પાર્થિવી અધ્યારુ શાહ લિખિત કાવ્યસંગ્રહ ‘સરયૂ’ તથા ‘તું અને હું ‘ નું વિમોચન
વિજયાદશમીની સમીસાંજે લેખિકા અને કવિયેત્રી પાર્થિવી અધ્યારુ શાહ (Parthivi Adhyaru Shah) લિખિત કાવ્યસંગ્રહ ‘સરયૂ’ તથા ‘તું અને હું ‘ નો વિમોચનનો પ્રસંગ એલિસબ્રીજ જીમખાનામાં (Ellisbridge, Gymkhana, Ahmedabad) એક ઉત્સવની જેમ ઉજવાયો હતો પ્રિન્ટબોક્સ પબ્લિકેશન્સ (Printbox Publication) દ્વારા સંપાદિત આ બંને પુસ્તકોનું ડો. શ્રી નરેશ વેદનાં (Naresh Ved) વરદ હસ્તે વિમોચન થયું અને લેખિકા સુધા ભટ્ટ (Writer Sudha Bhatt) દ્વારા જૂના સંસ્મરણોને વાગોળવામાં આવ્યા. પુસ્તકોનુ વિમોચન કરતાં શ્રી નરેશ વેદે જણાવ્યું હતું કે ભાષા ના બે છેડા હોય છે. એક છેડા પર શાસ્ત્રની ભાષા હોય અને બીજા છેડા પર સાહિત્યની ભાષા હોય છે. સાહિત્યકારે બે છેડા ની વચ્ચેનો તાલ મેલ રાખી ને રચના કરવી પડે છે.
એમણે વધુમાં જણાવ્યું હતું કે પુસ્તક “તું અને હું” માં નવી પેઢીને ધ્યાનમાં રાખીને યુનિસેક્સ સંવાદનો પ્રયોગ પાર્થવી અધ્વર્યુ શાહ કર્યો છે. આમે આજનો યુવાન કે યુવતી પોતાને વ્યક્ત કરવા માંગે એવી રીતે આ સંવાદની રચના થઇ છે. શ્રી નરેશભાઈ વધુમાં કહું કે એ શિક્ષક જયારે એ અમે વિદ્યાર્થીઓ સાથે સારી રીતે સંવાદ નથી કરી શકતા, ત્યારે સફળ નથી થતા. ભાષા ના અભાવ ના કારણ સંવાદો તૂટી જાય છે.
બંને પુસ્તકો પાછળ રહેલો હેતુ એ છે કે જો હવેની પેઢીને ગુજરાતી ભાષા તરફ પ્રેમથી વાળવી હશે તો ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોનાં અમીછાંટણા કરવા જ પડશે , નહીંતર આપણી ભાષા આપણે ખોઈ બેસીશું !
કાવ્યસંગ્રહ ‘સરયૂ’માં ખૂબ સરળ અને સમજાય તેવી રમતિયાળ કવિતાઓથી લઈને અલગ-અલગ વિષયો પર કવિતાઓ લખાઈ છે . ‘જીન્સ પર ખાદીનો કુર્તા’ પહેરાવેલી આ કવિતાઓને ‘લેપટોપ’ જેવાં પુસ્તકનાં આકાર અને ‘ફેસબુક ‘ જેવાં ‘લે-આઉટ્સ’ વડે ‘જનરેશન નેક્સ્ટ’ સુધી પહોંચાડવાનો આ એક નમ્ર પ્રયાસ છે .
‘તું અને હું ‘ માં આલેખાયેસા સંવાદો એ પ્રસંગોપાત વ્યક્ત થતી લાગણીઓ છે કે જે બજારમાં મળતા અંગ્રેજી ભાષામાં લખાયેલા કાર્ડ્સની જેમ હાથે લખીને ભેટ આપી શકાય . જૂની અંગ્રેજી ભાષાનાં કાર્ડ્સ જો બર્થડેઝ , એનિવર્સરીઝ કે વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે આપી શકાતા હોય તો આવી સંવેદનાઓની ભેટ પોતાના પ્રિયજનને ભેટ આપવાનો પ્રયોગ કરવા જેવો તો ખરો – એ સંદેશ આ પુસ્તક મારફતે અપાયો છે
‘Poetree’ એ પાર્થિવીએ એની કલ્પનાને આપેલો એક નાજુક આકાર છે , જેમાં સાહિત્ય અને હરિયાળીનાં સગપણનો શબ્દોત્સવ રચાયો છે . આ કલાકૃતિને દિવાલ પર કે ટેબલટોપ પર સજાવી શકાય તેવી ભેટમાં આપી શકાય તેવી સાહિત્યનો પ્રસાર કરતી કલાકૃતિ છે . જીમખાનાનાં એન્ટરટેઈનમેન્ટ કમિટિનાં કન્વિનર શ્રી શમિક શાહે પણ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું .
કાર્યક્રમનાં અંતમાં ગુજરાતી રંગમંચનાં જાણીતા કલાકાર નિસર્ગ ત્રિવેદી (Nisarg Trivedi) અને જાણીતા લેખિકા ડો. અલ્પા શાહે (Alpa Shah) ‘તું અને હું ‘ માં આલેખાયેલા સંવાદોનું ખૂબ સુંદર રીતે ભાવાત્મક વાચિકમ્ કર્યુ હતું . આ કાર્યક્રમમાં ગુજરાતની ઓળખ સમા લેખક શ્રી રજનીકુમાર પંડ્યા , શ્રી કુણાલ વોરા , શ્રી શૈલેષ પારેખ વગેરે સાહિત્ય જગતની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી .આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી તેજસ દવેએ કર્યું હતું .