પાર્લરમાં વ્યક્તિએ યુવતીના વાળને આગ ચાંપી દીધી
નવી દિલ્હી, આજે ફેશન અને સ્ટાઇલનો સમય છે. લોકો સ્ટાઇલિંગ માટે કોઈપણ હદ સુધી જાય છે. પરંતુ જાે આ સ્ટાઈલના ચક્કરમાં વાળને આગ લગાડવામાં આવે તો? આજના સમયમાં લોકો પ્રયોગના નામે કંઈ પણ કરે છે.
આવો જ એક ચોંકાવનારો વીડિયો આજકાલ ઇન્સ્ટાગ્રામ પર વ્યાપક પણે જાેવામાં આવી રહ્યો છે. એક વ્યક્તિએ યુવતીના વાળમાં આગ લગાવી દીધી. આ અનોખી હેરસ્ટાઇલનો પ્રયોગ હતો. યુવતી સ્ટાઇલિશ લુક માટે પાર્લર ગઈ હતી.
જ્યાં તેની સાથે આ ઘટના બની હતી. વાયરલ થઈ રહેલો આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @headmasterspatiala નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. તેને અત્યાર સુધીમાં લાખો વખત જાેવામાં આવ્યું છે. આ હેરસ્ટાઇલને ફાયર હેરકટ નામ આપવામાં આવ્યું છે.
એક છોકરી હતી જે તેના લાંબા વાળ કાપાવવા આવી હતી. પરંતુ હેરસ્ટાઇલિસ્ટે કાતરને બદલે ખિસ્સામાંથી લાઇટર કાઢી છોકરીના વાળને આગ ચાંપી દીધી. આ વીડિયો જાેઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમણે લખ્યું હતું કે આવા વાળ કાપાવવાથી પછી તેને હાર્ટ એટેક આવશે.
છોકરી ખૂબ આરામથી તેના વાળ સળગાવતી રહી. તમને જણાવી દઈએ કે આ ફાયર હેરકટ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આમાં હેરસ્ટાઇલિસ્ટોએ વાળને આગ લગાવી દીધી હતી અને તેને નવો લુક આપ્યો હતો. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.SSS