પાલક પિતા એ માતા-પુત્રીની કરપીણ હત્યા કરી દીધી
ભુજ: પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક કીડાણા પાસે સીમ વિસ્તારમાં ડબલ મર્ડરથી ચકચાર મચી છે. પાલક પિતા એ માતા-પુત્રીની કરપીણ હત્યા કરી મૃતદેહો ગટરમાં ફેંકી દેતા અરેરાટી વ્યાપી છે.
ગાંધીધામ નજીક કીડાણા નજીક સમજૂતી કરાર થી છેલ્લા ૧૨ વર્ષથી સમજૂતી કરાર થી સાથે રહેતા એક શખ્સે પોતાની પત્ની તેમજ પુત્રીની હત્યા નિપજાવી લાશને ગટરમાં ફેંકી દેવાની ઘટના સામે આવી છે. કીડાણા નજીક ઝૂપડપટ્ટીમાં રહેતા સંજયસિંગ જાટ નામના શખ્સે પોતાની પત્ની રજીયા ઉર્ફે સીમરન અને પુત્રી સોનિયાને જંગલમાં કાચબા લેવા જવાનું કહી સાથે લઈ જઈ હત્યા નિપજાવી દીધી છે. પાલક પિતા વિરુદ્ધ મૃતક મહિલાની મોટી પુત્રી સરોજ ઉર્ફે રેશમાએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવી છે.સમજૂતી કરાર થી સાથે રહેતા સંજયસિંગ જાટ અને મૃતક મહિલા રજીયા ઉર્ફે સીમરન જાટ પોતાની બે પુત્રીઓ સાથે ૨૦૦૮થી સાથે રહે છે. ઘરકંકાસથી કંટાળી આરોપી સંજયસિંગએ માતા-પુત્રીની હત્યા કરી લાશને ગટર ફેંકી નાશી છૂટ્યો હતો.
સમગ્ર ઘટના અંગે પાલક પિતા ઉપર આશંકા જતા સરોજ ઉર્ફે રેશમાં એ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને ફરિયાદ નોંધાવતા.પોલીસે આરોપી ને ઝડપી ૧૪ કિલોમીટર લાંબી ગટરમાં ફેંકી દેવાયેલી મૃતક માતા-પુત્રીના મૃતદેહ શોધવા નગરપાલિકાના કર્મચારીઓ સાથે વ્યાયામ હાથ ધર્યો છે. હાલ તો ડબલ હત્યા કેસનો આરોપીને પોલીસે ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.