Western Times News

Gujarati News

પાલઘરમાં ઝરણામાં નહાવા પડેલા ૫ બાળકોનુ ડૂબી જવાથી મૃત્યું

મુંબઇ, મુંબઇથી અંદાજે ૧૫૦ કિલોમીટર દૂર પાલઘર જિલ્લાના જવાહરના અંબિકા ચોક વિસ્તારમાં રહેતા ૧૩ લોકો ગુરૂવારે કાલમાંડવી ઝરણામાં નહાવા પડ્‌યા હતા. પરંતુ વરસાદના કારણે પાણીથી નિર્માણ થયેલા ઝરણાની ઉંડાઇને લઇને અનુમાન ન લગાવી શકવાના કારણે નહાતા-નહાતાં ઝરણાની ઉંડાઇમાં ચાલ્યા ગયા હતા. તરતા ન આવડતું હોવાના કારણે ૫ લોકોના ડૂબી જવાથી મૃત્યું થયા છે. જેને લઇને આ વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી. જ્યારે મૃતકોના પરિવારજનોમાં માતમ જોવા મળ્યો.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જવાહ વિસ્તારમાં ઝરણામાં નહાવા પડેલા બાળકોમાં ૫નું મૃત્યું ડુબી જવાથી થયું છે. આ અંગેની જાણકારી પોલીસે આપી છે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે લોકડાઉન હોવા છતાં ૧૩ બાળકો જવાહર વિસ્તારના કાલમાંડવી ઝરણામાં નહાવા પડ્‌યાં હતા.  પોલીસ અધિકારીએ જણાવ્યું નહાવા પડેલા બાળકોમાં ૫ બાળકોના ડુબી જવાથી મૃત્યું થયા. સૂચના મળતા જ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહોના બહાર નીકાળ્યા હતા. અધિકારીના જણાવ્યાં અનુસાર મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.