પાલઘરમાં ૪.૮ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો
પાલધર, મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયાં છે. ભારતીય હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાલઘરમાં આજે સવારે ૫.૨૨ વાગ્યાની આસપાસ ૪.૮ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે હજુ સુધી ભૂકંપને લઇનો કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
આ અગાઉ ૨૬ ઓક્ટોબરના રોજ પણ પાલઘરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સમયે પાલઘરમાં ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આમ પાલઘરમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. જો કે તીવ્રતા ઓછી હોવાના કારણે હજુ સુધી કોઇ મોટી જાનહાનિ જોવા મળી નથી.
આ અગાઉ ઉત્તરાખંડના ચમોલી અને રુદ્રપ્રયાગમાં શુક્વારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. જેમાં ચમોલીમાં ૪.૫૭ મિનીટ પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે અંદાજે પાંચ વાગ્યાની આસપાસ ઉખીમઠ અને રૂદ્રપ્રયાગ સુધી ભૂકંપના આચંકા અનુભવાયાં હતા. એક જાણકારી મુજબ ભુકંપનું કેન્દ્ર બિંદુ ચમોલી પાસે હતું.
ચમોલી પાસે આવેલા ભૂકંપની તિવ્રતા ૪.૪ આંકવામાં આવી હતી. જ્યારે રુદ્રપ્રયાગમાં આવેલા ભૂકંપની તિવ્રતા ૨.૫ હતા. ભૂકંપના આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા.