પાલડીઃ વિદેશમાં બુકીંગ બહાને સાત લાખની ઠગાઈ આચરતાં ટુર ઓપરેટર વિરૂદ્ધ ફરિયાદ
વસ્ત્રાપુર માં મેમ્બરશીપ ફ્રી લઈ સગવડો ન આપતાં ફરીયાદ
અમદાવાદ: પાલડી વિસ્તારમાં રહેતાં વેપારી અને તેમનાં સગાંને લગ્નમાં અબુધાબી જવાનું હોવાથી એક એજન્ટ પાસે એર ટીકીટ તથા હોટેલ બુક કરાવી હતી. જાકે એજન્ટે આશરે સાત લાખ પડાવ્યા બાદ કોઈ સુવિધા ન કરી આપતાં વેપારીએ ૪૨૦ની ફરીયાદ નોંધાવી છે. આવી જ એક ફરીયાદ વસ્ત્રાપુર પોલીસને પણ મળી છે. જેમાં નુર ઓપરેટરે મેમ્બરશીપનાં નામે સવા લાખ પડાવ્યા બાદ સગવડો આપી ન હતી. બાદમાં ઓફીસને તાળાં મારી રફુચક્કર થઈ ગયો હતો.
પાલડી શારદા મંદિર રોડ ખાતે રહેતાં નિરવભાઈ શાહ જાહેરાતની કંપની ચલાવે છે. ગયા વર્ષે જુલાઈમાં તેમનાં પરીવારમાં લગ્ન પ્રસંગ હોઈ તેમનાં સહિત અન્ય સગાઓને અબુધાબી ખાતે જવાનું હતું. જેથી તેમણે મયંક હરીપ્રસાદ પંડ્યા (નંદનવન સોસાયટી, ગાંધીનગર)નો સંપર્ક કરતાં આ મયંકે અબુધાબીમાં હોટેલ તથા એર ટીકીટ બુકીંગ કરવા માટે કુલ રૂપિયા સાત લાખ પડાવ્યા હતા. જાકે તેને કોઈ જ પ્રકારની સગવડ આપી ન હતી. લગ્ન બાદ નિરવભાઈ સહિતનાં લોકોએ પણ રૂપિયાની માંગણી કરી હતી. જાકે મયંકે રૂપિયા અમદાવાદમાં ગલ્લા તલ્લાં કરતાં છેવટે તેમણે પાલડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે બોડકદેવમાં કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતા મધુસુદન પુજારાએ આક્ષેપ કર્યાે છે કે પીનાકલ સર્વિસ લીમીટેડનાં કર્મચારી વિશાલે તેમને ફોન કરીને રૂપિયા સવા લાખમાં મેમ્બરશીપ લઈને ભારત તથા વિદેશમાં હોટેલ બુકીંગ ઉપરાંતની સગવડો આપવાની વાત કરી હતી.
જા કે મધુસુદનભાઈનો પુત્ર જાપાન જતાં ત્યાંની હોટલનું બુકીંગ કંપનીએ કરાવ્યું હતું. પરંતુ રૂપિયા નિખિલભાઈને ચૂકવવાનાં આવતાં મધુસુદનભાઈએ કંપનીનાં કર્મચારીઓનો સંપર્ક કર્યાે હતો. આ અંગે શરૂઆતમાં ગલ્લા તલ્લાં કર્યા બાદ ઓફીસને તાળાં મારી ફરાર થઈ જતાં વિશાલ, ઉમેશ લક્ષ્મણ અનુગંડીલા અને ઊઝેબ આરબ નામનાં શખ્સો વિરૂદ્ધ તેમણે ઠગાઈની ફરીયાદ કરી છે.