પાલડી મેટ્રોની સાઈટ પરથી પાઈપોની ચોરી કરતાં બે ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ તેજ ગતિએ વિકાસ કરી રહ્યુ છે અને રીવરફ્રન્ટ કાંકરીયા લેક, બીઆરટીએસ જેવી સુવિધાઓ મળતા શહેરીજનો માટે સવલતો વધી છે. આવી જ વધુ એક સવલત મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ થવાના તબક્કામાં છે. ત્યારે તેની સાઈટ પરથી મજુરો, ડ્રાઈવરો, તથા અન્ય ત¥વો દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટનો સામાન ચોરાવાની ફરીયાદો વારંવાર ઉઠી રહી છે. જ્યારે પાલડી જલારામ મંદિર નજીકથી પણ બ્રાસની પાઈપોની ચોરીની ફરીયાદ એલિસબ્રિજના ચોપડે નોંધાવા પામી છે.
પાલડી જલારામ મંદિરની પાછળ ઘણા સમયથી મેટ્રો રેલનું કામ ચાલે છે. ત્યાંથી અવારનવાર, વસ્તુઓ ચોરાતા એન્જીનિયર, અનુરાગ પ્રદિપકુમાર સરકારે તપાસ કરતાં બે દિવસ અગાઉ સાઈટનું કામકાજ પૂરૂ થઈ ગયા બાદ રાત્રે સાડા નવે બે શંકાસ્પદ ઈસમો કોઈ પ્રવૃત્તિ કરતાં હોવાથી તેમણે પૂછપરછ કરી હતી.
જેથી રવિન્દ્રભાઈતથા મહમ્મદ જમાલ નામના શખ્સો જવાબ આપવામાં ગલ્લાતલ્લા કરતા હતા. શંકાના આધારે ટ્રોલી ચેક કરતાં તેમાંથી બ્રાસની પાઈપો મળી આવી હતી. જે અંગે પુછપરછમાં બંન્ને કોઈ જવાબ આપી શક્યા નહોતા. અનુરાગભાઈએ અન્ય અધિકારીઓને જાણ કરીને એલિસબ્રિજના પોલીસ સ્ટેશનમાં બંન્ને શખ્સો સામે ચોરીની ફરીયાદ નોંધાવી છે.
ટ્રેક્ટર ચાલક રવિન્દર તથા મહમ્મદ જમાલ બંન્ને રૂપિયા ૪પ૦૦ની પાઈપો સાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બાદ હવે મેટ્રો ટ્રેન પણ દોડવા લાગી છે જાકે પ્રથમ ફેસમાં અમરાઈવાડી વિસ્તારમાં જ આ ટ્રેન દોડી રહી છે જયારે અન્ય વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી કામગીરી ચાલી રહી છે
તે જાતા ટુંક સમયમાં જ શહેરના અનેક વિસ્તારોમાં મેટ્રો પ્રોજેકટ શરૂ થઈ જાય તેવુ મનાઈ રહયું છે મેટ્રો ટ્રેન પ્રોજેકટનો કિંમતી માલસામાનની સિકયુરિટી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં થોડા દિવસ પહેલાં ખોખરા પાસેથી કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ ચોરાયો હતો.