પાલડી, શાહપુરમાંથી અદાણી કંપનીના લોગોવાળા ડબ્બામાં બોગસ તેલ વેચતા વેપારીઓની ધરપકડ
(એજન્સી) અમદાવાદ, અદાણીની ખાદ્યતેલની કંપનીના લોગોવાળા ડબ્બામાં બોગસ તેલ ભરીને વેચવાના કૌભાંડનો શાહપુર પોલીસે કંપનીના માણસોને સાથે રાખીને પર્દાફાશ કર્યાે હતો. બ્રાન્ડેડ કંપનીના ડબ્બાાં બનાવતી તેલ વેચતા વેપારીઓને પોલીસે ઝડપી લીધા છે એ તેમની પૂછપરછ દરમ્યાન ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે આ સમગ્ર કૌભાંડના માસ્ટર માઈન્ડને ઝડપવા કવાયત આરંભી છે.
અદાણીની તેલની કંપનીના કસ્ટમર કેરમાં એક ફોન આવ્યો હતો કે તમારા નામના લોગોનો દૂરઉપયોગ કરીને બનાવટી તેલ શાહપુરની એક કરિયાણાનું દુકાનમાં વેચવામાં આવી રહ્યું છે.
આ માહિતી મળતાની સાથે જ કંપનીના જવાબદાર લોકોએ શાહપુર પોલીસનો સંપર્ક કરીને પોલીસને સાથે રાખીને શાહપુરની ગણેશ પ્રોવિઝન સ્ટોરમાં રેડ કરી હતી.
પોલીસને પ્રખ્યાત ઓઈલ કંપનીના બનાવટી લોગો સાથએના ૫ તેલના ડબ્બા મળી આવ્યા હતા ત્યારે સ્ટોરના માલિક વિપુલભાઈ ચંદુલાલ ઠક્કરને પૂછતા આ નકલી તેલના ડબ્બા પાલડી ગામ ખોડિયાર ચોકમાં આવેલ દુકાનમાંથી મંગાવતો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પાલડી ગામમાં તપાસ કરી તો પાલડી ગાના ખોડીયાર ચોકમાં બે દુકાનો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેમાં પ્રથમ દુકાન યોગીરાજ ડિસ્ટ્રિબ્યુટર નામની હતી અને દુકાન માલિક નિકુંજભાઈ કનુભાઈ મહેતા હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યાંથી ૧૫ લીટરના નકલી રિફાઈન્ડ ઓઈલના ડબ્બા નંગ-૧૦ મળી આવ્યા હતા ત્યાર બાદ બીજી દુકાન શ્રી નારાયણ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન હતી જેના માલિકનું નામ પૂછતા અલ્પેશભાઈ અરવિંદભાઈ ઠક્કર હોવાનું જણાવ્યું હતું અને બીજી દુકાનમાંથી પોલીસને નકલી તેલના ૧૫ લીટરના ૨૨ ડબ્બા મળી આવ્યા હતા.
પોલીસે આ બંને વેપારીના આ તેલના ડબ્બા ક્યાંથી લાવ્યાનું પૂછતા અસફાકભાઈ કાસમભાઈ ખોલીયાવાળા પાસેથી મંગાવ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે અસફાકભાઈ કાસમભાઈ ખોલીયાવાળાની અટકાયત કરીને પૂછપરછ કરી તો આ તમામ નકલી તેલના ડબ્બા ઓઢવ ખાતેના મહેશભાઈ પટેલના સંભવિત સ્થળ પર તપાસ કરતા આરોપી મહેશ પટેલ પાસેથી લાવતો હોવાનું સામે આવ્યું હતું.
મહેશ પટેલના સંભવિત સ્થળ પર તપાસ કરતા આરોપી મહેશ પટેલ મળી ન આવ્યો હતો ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છએ કે ફરાર આરોપી સામે અગાઉ પણ નકલી તેલ વેચવાનો ગુનો અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુક્યા છે ત્યારે જાેવું એ રહ્યું કે પોલીસ તપાસમાં મુખ્ય આરોપી મહેશ પટેલ પોલીસની પકડમાં ક્યારે આવે છે અને લોકોના સ્વાસ્થઅય સાથે ચેડાં કરતા આ શખ્સ નકલી તેલનો વેપાર ક્યારથી કરે છે, ક્યાંથી આ નકલી તેલ લાવે છે એ સહિતનો તપાસમાં ઘટસ્ફોટ થશે. મહેશની સાથે બ્રાનડે કંપનીના ડબ્બામાં બોગસ તેલ ભરીને વેચવાનું કૌભાંડ કરનાર માસ્ટરમાઈન્ડને પણ પોલીસ શોધી રહી છે.