Western Times News

Gujarati News

પાલનપુરના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે

(પ્રતિનિધિ) બનાસકાંઠા, પાલનપુર પંથકમાં સિંચાઈ માટેના પાણીની માંગને લઈને કિસાન સંઘના સંગઠન હેઠળ ૫૦ ગામોના ૩૦૦થી વધુ ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં પાણી માટે આંદોલન છેડવાનો સામુહિક ર્નિણય કરાયો હતો.

જેને પગલે ૭ માર્ચે ખેડૂતો પાલનપુરમાં વિશાળ રેલી નીકાળીને કલેક્ટર કચેરી પહોંચી પાણીની સમસ્યાના ઉકેલની માંગ કરી આંદોલન શરૂ કરશે. પાકિસ્તાનની સરહદે આવેલો બનાસકાંઠો જિલ્લો હંમેશા પાણીની તકલીફથી ઝુઝી રહ્યો છે. જાે કે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જાેડાયેલા છે,

તેવામાં પાલનપુર તાલુકામાં કોઈ નહેર કે અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે તેમજ પાણીના તળ ખુબજ ઊંડા જવાથી ખેડૂતોને સિંચાઈની પાણી મળતું ન હોવાથી ખેડૂતો વર્ષોથી મુશ્કેલીમાં મુકાયા છે.

અનેકવાર સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈજ પરિણામ ન આવતા આજે કિસાન સંઘના નેજા હેઠળ પાલનપુર તાલુકાના ૫૦ ગામોના ૩૦૦થી વધુ ખેડૂતો પાલનપુરના પરપડા ગામના મંદિરમાં એકઠા થયા હતા.

સિંચાઈનું પાણી મેળવવા તેમજ મલાણા ગામનું તળાવ ભરવા તેમજ ખેડૂતોને પડતી અન્ય મુશ્કેલીઓની ચર્ચા કરીને પાણી માટેના આંદોલન માટેની રણનીતિ ઘડી કાઢી હતી. જેને લઈને ખેડૂતોએ આવનારી ૭ માર્ચે મલાણા ગામના તળાવમાં ભૂમિ પૂજન અને ગંગા આરતી કરીને ટ્રેક્ટરો દ્વારા પાલનપુર પહોંચી

ત્યાંથી ખેડૂતોની વિશાળ રેલી નીકાળીને કલેક્ટરને આવેદનપત્ર આપીને પાણી માટેનું આંદોલન છેડવાનો ર્નિણય કર્યો છે. જાે પાણીની સમસ્યા નહિ ઉકેલાય તો ૫૦ ગામો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.