પાલનપુરના ટાકરવાડા ગામના અર્મી જવાન વય નિવૃત્ત થતા કરાયું ભવ્ય સ્વાગત
પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામના દીપકજી છગનજી ઠાકોર ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ માતૃભૂમિની રક્ષા કાજે સેવા કરી ગત રોજ વય નિવૃત્ત થતા ટાકરવાડા ગ્રામજનો તેમજ ઠાકોર સમાજ દ્વારા પાલનપુર ગઠામણ પાટીયાથી ટાકરવાડા ગામ સુધી ડીજેના સુરે દેશ ભક્તિના ગીતો સાથે ભવ્ય બાઈક રેલી સ્વરૂપે ટાકરવાડા આવતાં ભવ્ય સ્વાગત કરવામાં ટાકરવાડા ગ્રામજાનો અને ઠાકોર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
સત્તર વર્ષ ભારત દેશની સેવા કરી વતન પરત ફરી રહેલા આ જવાન ઉપર ગ્રામજનો તેમજ ઠાકોર સમાજ દ્વારા ફૂલો નો વરસાદ વરસાવવામાં આવ્યો હતો ઠાકોર સમાજના જાહબાજ સૈનિકે દેશ ની સેવા કરી સમાજને ગર્વ અપાવતા ઠાકોર ઠાકોર સમાજમાં હરખ ની લાગણી જોવા મળી હતી અને સમગ્ર ઠાકોર સમાજ તેમજ ટાકરવાડા ગામમાં દેશ ભક્તિનો માહોલ જોવા છવાઈ જાવા પામ્યો હતો
આ પ્રસંગે ટાકરવાડા ગામના સરપંચ ચેહરબેન ચૌધરી, પૂર્વ ડેલીગેટ ભીખાભાઇ બેરા, પૂર્વ ડેલીગેટ ભવનભાઈ ઠાકોર, ભાજપ મહામંત્રી પ્રતાપજી ઠાકોર, ઠાકોર સેના ના પ્રદેશ ખજાનચી ચકાજી ઠાકોર, તાલુકા પ્રમુખ પ્રવીણજી તાલુકા ઉપ પ્રમુખ ભીખાભાઇ, સહિત ઠાકોર સમાજના આગેવાનો અને ટાકરવાડા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા