પાલનપુરના ધ નેચર ફેમિસી સ્પામાંથી કુંટણખાનું ઝડપાયુ

Files Photo
પાલનપુર: બનાસકાંઠાના પાલનપુર સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા હોવાની ઘટના સામે આવી છે. પોલીસે રેડ કરી બે મહિલાઓ સહિત ચાર લોકોની અટકાયત કરી છે અને કુલ સાત લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા ઘણા સમયથી સ્પાની આડમાં દેહવિક્રયનો વેપાર ઘણો ફુલ્યો ફાલ્યો છે જે અંતર્ગત પાલનપુર આબુરોડ હાઇવે પર આવેલ ધી નેચર ફેમિલી સ્પાની આડમાં કુટણખાનુ ચાલતું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પાલનપુર પશ્ચિમ પોલીસને સ્પા આડમાં દેહ વેપાર ચાલતો હોવાની માહિતી મળતા જ ખાનગી રહે તપાસ શરૂ કરી હતી દરમિયાન આજે એક ડમી ગ્રાહક મોકલી દરોડા પાડતા સંચાલક ધર્મેન્દ્ર પઢીયાર તેમજ તેના ભાગીદારો અન્ય રાજ્યમાંથી યુવતીઓને બોલાવી તેમની પાસે અનૈતિક દેહ વિક્રય કરાવતો હતો.
જેથી પોલીસે બે મહિલાઓ અને બે પુરુષો સહિત કુલ ચાર લોકોની અટકાયત કરી છે. જ્યારે સ્પા ના સંચાલકો સહિત કુલ સાત લોકો સામે ધી ઇમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓના નામઃ ૧. ધર્મેન્દ્ર ઉર્ફે સુનિલ ભગવાનદાસ પઢીયાર, ૨. અંકુશ અમરસિંહ તવર, ૩.હનીફ અકબરખાન સુમરા, ૪. મુકેશ ભીખાભાઇ ચૌધરી, ૫.જીગર રાજુભાઇ સોલંકી, ૬.શંકર અર્જુનભાઇ ઠાકોર, ૭. એક યુવતી