પાલનપુરની હવેલીમાં વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

(પ્રતિનિધિ) પાલનપુર, પાલનપુર શહેરમાં આવેલ ઢાળવાસ વિસ્તારમાં મેસરીવાસ ખાતે ઠાકોરજીની હવેલી આવેલ છે આ હવેલીમાં પ્રભુ દ્વારકાધીશ બીરાજમાન છે ત્યાં શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાગટય મહોત્સવ ઉજવાયો.
અખિલ ભૂમંડલાચાર્ય જગદ્ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યશ્રીનો પ૪પ મો પ્રાગટય મહોત્સવ હોઈ આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી આ શોભાયાત્રામાં બેન્ડવાજા સાથે શહેરના મુખ્યમાર્ગો ઉપર વૈષ્ણવો તેમજ શહેરના આગેવાનો શહેરીજનો બહેનો બાળકો ખૂબ જ ઉમંગ ઉત્સાહથી જાેડાઈ મંદિરથી શરૂ થયેલ
શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી મંદિરે પરત આવી પ્રભુને તેમના સ્થાને બિરાજમાન કરી સૌ વૈષ્ણવજનોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો મંદિરના મુખીયાજી અને ટ્રસ્ટીઓએ સૌનો આભાર માન્યો હતો.