Western Times News

Gujarati News

પાલનપુરમાં ખોરાક-ઔષધ નિયમન તંત્રના વ્યાપક દરોડા

હેન્ડ સેનેટાઇઝરનું વધુ એક કૌભાંડ સામે આવ્યું-ફિનીસ્ડ પ્રોડકટ, પેકીંગ મટીરીયલ તેમજ ફિલીંગના સાધનો મળી અંદાજે રૂપિયા ૯ લાખનો મુદ્દામાલ કબજે
પાલનપુર,  કોરોના મહામારી ના કપરા સમયગાળામાં સમાજમાં લોકોને ગેરમાર્ગે દોરી વગર પરવાને બોગસ ધંધો કરનાર લોકોને ચેતવણી આપતા ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડાૅ. એચ. જી. કોશિયા એ જણાવ્યુ છે કે રાજયના નાગરિકોને ગુણવત્તાયુકત ઔષધો અને એની બનાવટો પૂરી પાડવા રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. એ માટે રાજયભરમાં ગુણવત્તા ચકાસણી માટે અભિયાન સતત ચાલતુ હોય છે

જેના ભાગ રૂપે આજે પાલનપુર ખાતેથી હેન્ડ સેનીટાઇઝરનું વધુ એક કૌભાંડ પકડી પાડવામાં આવ્યુ છે.તેમણે ઉમેર્યુ કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર ને મળેલી માહિતીના આધારે પાલનપુરના ગેટ વે પ્લાઝા પાછળ, ગઠામણ પાટીયા, હાઇવે રોડ, પાલનપુર ખાતે વગર પરવાને અલગ-અલગ બ્રાન્ડ તેમજ ફોર્મ્યુલાવાળી સેનિટાઇઝરનું ઉત્પાદન થતું હોવાનું ધ્યાને આવ્યું હતુ.

આ સંદર્ભે પાલનપુર વર્તુળ કચેરી ના અધિકારીઓ ડાૅ.એમ.પી.ગઢવી, સી.જી.પટેલ અને ડી. આર.દવે એ રેડ કરીને જીવન મંગલસિંહ પુરોહિત, રહેવાસી ૧૧, રીધ્ધી સીધ્ધી સોસા, તિરુપતીરાજ નગર, પાલનપુર પાસેથી જુદી જુદી બેચના જુદા જુદા પેકીંગ વાળા રીચ હેન્ડ હેન્ડ સેનિટાઈઝર, ઉત્પાદક પેઢી શુભ કેમીકલ્સ; કેર એન્ડ ક્યોર હેન્ડ સેનિટાઈઝર; સેફ હેન્ડ હેન્ડ સેનિટાઈઝર, ઉત્પાદક પેઢી ઇન્ડ. સેલ્ટોઝ ઇન્ડીયા; એફ એન્ડ ડી હેન્ડ સેનિટાઈઝર, ઉત્પાદક પેઢી ઇન્ડ. સેલ્ટોઝ ઇન્ડીયાની બનાવટો મળી આવી હતી, તેના નિયમિત નમૂના લઇ બાકીની બનાવટ તથા અન્ય જથ્થો તેમજ મશીનરીનો જથ્થો વધુ કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવ્યો છે.કોશિયાએ કહ્યુ કે, આ રેડ દરમિયાન કરાયેલી પૂછપરછમાં જીવન મંગલસિંહ પુરોહિતે કબૂલ્યું હતુ કે તેઓ આ બોગસ ધંધો આશરે એક માસથી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.