પાલનપુર ખાતે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર
કોરોનાકાળમાં રેમડેેસિવિર ઈન્જેકશનના કાળા બજાર અને ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ કરવાની માંગ કરાઈ હતી
પાલનપુર, કોરોના કાળમાં મરણ પામેલા મૃતકોને વળતર ચુકવવા, કોરોના મૃતક સરકારી કર્મચારીના સંતાનોને વારસાઈમાં નોકરી આપવા, કોરોના ની સારવાર પાછળના મોટો ખર્ચનું વળતર આપવા અને કોરોના કાળમાં થયેલા ભ્ર્ષ્ટાચારની ન્યાયિક તપાસ કરવાની માંગને લઈને
પાલનપુર ખાતે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ. જેમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો વિધાન સભાનો ઘેરાો કરવાની ચિમકી આપવામાં આવી હતી.
આ અંગે વધુ વિગતો આપતાં અમારા બનાસકાંંઠાના જીલ્લા સંવાદદાતા પાલનપુરનો અહેવાલ જણાવે છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાને લઈને ત્રણ લાખ જેટલા લોકોના મરણ થયા હતા. જેમાં સરકાર દ્વારા કોરોના મૃતકોને માત્ર પ૦ હજારની જ સહાય જાહેર કરતા
અને કોરોના મૃતકોના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે રાજેયભરમાં સોમવારે દરેક જીલ્લા મથકો ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા. જેમાં કોરોના મૃતકોને ચાર લાખનું વળતર આપવા, કોરોનામાં મરણ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને વારસાઈનો લાભ આપી નોકરી આપવી, જે કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર પાછળ લાખ્ખોનો ખર્ચ કરવો પડ્યો છે.
તેમને વળતર ચુકવવા અને કોરોનાકાળમાં રેમડેેસિવિર ઈન્જેકશનના કાળા બજાર અને ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ કરવાની માંગ કરાઈ હતી. જેમાં તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે વિધાન સભાનો ઘેરાવો કરવા જરૂર પડ્યેે સુપ્રિમ કોર્ટના દ્વાર પણ ખખડાવવા અને જનતાની અદાલત માં જવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.