પાલનપુર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા અનેક પ્રશ્નોને લઇ કલેક્ટરને આવેદનપત્ર
(ઉમેશ ઠાકોર, અંબાજી) પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા બેઠકનું આયોજન થયું હતું જેમાં ખેડૂતોના અગત્યના પ્રશ્નો વીમા યોજના અને પાછોતરા વરસાદથી નુકસાન જેવા અનેક પ્રશ્નોને લઇ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બેઠકમાં ભારતીય કિસાન સંઘ પ્રદેશ પ્રતિનિધિ હિરાજી માળી કુરાભાઈ ચૌધરી જિલ્લા પ્રમુખ કાનજીભાઇ મંત્રી મેઘરાજભાઈ તેમજ જિલ્લાભરના તમામ તાલુકા ના આગેવાનો હાજર રહ્યા હતાઆજની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના UGVCL ના વડા માન. ગઢવી સાહેબ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપ્યું હતું.