પાલનપુર ચોકસી સુવૅણકાર એસોસીએશન દ્દવારા અખાભગત નો જન્મોત્સવ યોજાયો*

પાલનપુર ચોકસી સુવૅણકાર એસોસીએશન દ્દવારા આજ રોજ અખાભગત ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.
સોની સમાજ ના પૂર્વજ અને માનવ જીવન ને સાર્થક કરવા લોક કલ્યાણ માટે જીવન જીવી ગયા એવાં અખા ભગત ની આજે જન્મ જયંતિ હોઇ પાલનપુર ચોકસી સુવૅણકાર એસોસીએશન દ્રારા આજ રોજ મોટી બજાર (ચોકસી બજાર )ખાતે અખા ભગત ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં અખા ભગત ના ફોટા ને પુષ્પાંજલિ અર્પણ કરી તેમનાં કાર્યો ને યાદ કર્યા હતા,આ પ્રસંગે એસોસીએશનના પ્રમુખ ભગવાનભાઈ સોની,ઓડ઼િટર નરેન્દ્રભાઈ સોની, આશિષભાઈ સોની,કિરીટભાઇ સોની સહીત સુવર્ણકારો ઉપસ્થિત રહ્યા હતા.