પાલનપુર નગરપાલિકાએ સફાઈ વેરામાં ૧૦૦ ટકાનો વધારો કરતાં રોષ

૧પ૦નો સફાઈ વેરો હવે ૩૧૦, કોમર્શિયલ એકમો પાસેથી ર૦૦ના બદલે ૩૦૦ લેવાશે
બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વસતા શહેરીજનો, વેપારીઓ તેમજ ઔદ્યોગિક એકમો પાસેથી વસુલાતા વિવિધ વેરાઓમાં સફાઈ વેરામાં અચાનક વધારો કરી દેવાયો છે, ત્યારે મહામારીના સમયે લોકો આર્થિક મંદી ભોગવી રહ્યા છે અને તેવામાં પાલિકા દ્વારા વેરામાં વધારો કરાતા શહેરીજનો સહિત વેપારીઓમાં રોષ ભભૂકયો છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલી પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વસતા નાગરિકો, વેપારીઓ તેમજ મોટા ઔદ્યોગિક એકમો પાસેથી વર્ષ દરમિયાન સફાઈ, દિવાબત્તી, મિલ્કતો સહિત વિવિધ વેરાઓ વસૂલવામાં આવતો હોય છે અને આ એકઠા થતા વેરા થકી પાલિકા દ્વારા શહેરમાં લોકોને સુવિધા પુરી પાડવાની હોય છે
ત્યારે પાલનપુર પાલિકા દ્વારા શહેરીજનો, વેપારીઓ તેમજ ઔદ્યોગિક એકમોને અપાતા વિવિધ વેરામાંના સફાઈ વેરામાં અચાનક વધારો ઝીંકયો છે. શહેરીજનો પાસેથી વસુલાતો સફાઈ વેરો અગાઉ ૧પ૦ હતો જેમાં ૧૬૦નો વધાોર કરતા ૩૧૦ થયો છે. તો કોમર્શિયલમાં પણ રૂા.૪૦૦નો વધારો કરાયો છે
તો ઔદ્યોગિક સંસ્થાઓનો વેરો તો ર૦૦થી વધારી ૩૦૦૦ કરી દેવાતા મહામારીના સમયે આર્થિક મંદી વચ્ચે વેરો વધારાતા લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. સંજય વ્યાસ (ઓફિસ સુપ્રી. નગરપાલિકા) કહે છે કે, સરકારમાંથી વેરો વધારવાનું ગઈ સાલ કહેવાયુ હતું પરંતુ એક વર્ષ પાલિકા દ્વારા કોરોનાને કારણે ડીલે કર્યું હતું.
મહત્વની વાત એ છે કે, પાલનપુર શહેરમાં વેરો વસૂલતી પાલિકાને શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી હોય છે પરંતુ શહેરમાં જયાં જુઓ ત્યાં ગંદકીના ઢગને લઈ શહેર નર્કાગાર સ્થિતિમાં છે. શહેરને સ્વચ્છ કરવા ચોખ્ખાઈની વાત તો દૂર રહી પરંતુ સફાઈ વેરાને નામે વેરામાં વધારો કરાતા લોકો અકળાયા છે અને પહેલા પાલિકા શહેરને સ્વચ્છ બનાવે અને તે બાદ સફાઈ વેરો વધારે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
સરકોર સફાઈના નામે પાલિકાને કરોડો રૂપિયા આપ્યા છતાં પાલિકા શહેરને સ્વચ્છ કરી શકી તો સફાઈ વેરામાં વધારો શું કામ આવી મહામારીના સમયે વેરા વધારાનો નિર્ણય પાલિકાએ મુતલવી રાખવો જાેઈએ. અત્યારે તો સ્થાનિકો અને વેપારીઓ પાલિકાનો આ નિર્ણય પરત ખેંચવા માંગ કરી રહ્યા છે પહેલા પાલિકા શહેરને સ્વચ્છ બનાવે અને પછી લોકોનો વેરો વધારવાનો નિર્ણય કરે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. હવે જાેવાનું રહ્યું કે, પાલિકા મહામારીના સમયે લોકોને છુટછાટ આપે છે કે કેમ.
કોરોનાને કારણે લોકડાઉન હતું અને લોકડાઉનમાં અમારા વેપાર-ધંધા બંધ રહેતા અમારી કમાણી બંધ થઈ ગઈ હતી બે ટંક ખાવાના ફાંફા છે અને તેવા સમયમાં પાલિકા વેરો વધારવાની વાત કરે છે આ યોગ્ય નથી.