પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીના પાકના ઉંચા ભાવ બોલાયા
ડીસા, જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે.
ત્યારે આજે ૧૮ માર્ચના રોજ પાલનપુર માર્કેટ યાર્ડમાં ઘઉં, બાજરી, ચણા, એરંડા, રાયડો, વરિયાળી, ઇસબગુલ, મકાઈ, રાજગરો સહિતના પાકની આવક થઈ હતી, જેમાં વરિયાળીના ૫ હજાર રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આજે પાલનપુર માર્કેટયાર્ડમાં આજે ઘઉંની ૮૯૪ બોરીની આવક નોંધાઇ હતી, જેમાં પ્રતિ ૨૦ કિલોના ૫૭૦ રૂપિયા ભાવ બોલાયો હતો.
પાલનપુર માર્કેટયાર્ડમાં બાજરીની ૫૫ બોરીની આવક નોંધાઇ હતી, જેમાં પ્રતિ ૨૦ કિલોના ૪૭૧ રૂપિયા ભાવ બોલાયો હતો. ચણાની ૭૦ બોરીની આવક નોંધાઇ હતી, જેમાં પ્રતિ ૨૦ કિલોના ૧,૦૭૬ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. એરંડાની ૨,૨૧૫ બોરીની આવક નોંધાઇ હતી, જેમાં પ્રતિ ૨૦ કિલોના ૧,૧૮૪ રૂપિયાનો ભાવ બોલાયા હતા.
રાયડાની આજે ૧,૭૦૧ બોરીની આવક નોંધાઇ હતી, જેમાં ભાવ પ્રતિ ૨૦ કિલોના ૧,૦૭૧ રૂપિયા બોલાયો હતો. વરીયાળીની ૩૪ બોરીની આવક નોંધાઇ હતી, જેમાં પ્રતિ ૨૦ કિલોના ૫,૦૦૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટયાડમાં ઇસબગુલની ૧૦ બોરીની આવક નોંધાઇ હતી, જેમાં પ્રતિ ૨૦ કિલોના ૨,૫૦૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો.
રાજગરાની ૮૭૧ બોરીની આવક નોંધાઇ હતી, જેમાં પ્રતિ ૨૦ કિલોના ૧,૩૨૮ રૂપિયાનો ભાવ બોલાયો હતો. જવની ૧૦ બોરીની આવક નોંધાઇ હતી, જેમાં પ્રતિ ૨૦ કિલોના ૪૫૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો. મકાઈની ૧૯ બોરીની આવક પ્રતિ ૨૦ કિલોના ૪૮૦ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો.SS1MS