Western Times News

Gujarati News

પાલિકાની તીજાેરી તળિયા ઝાટક છતાં સુરતમાં મેયર માટે પાંચ કરોડનો મહેલ

મેયર આ બંગલામાં વૈભવી જીવન જીવશે અને તેનો બોજાે મનપાની તિજાેરી અને લોકો પર આવશે તેને લઈને વિવાદ

સુરત , સુરત મનપા અને સુરતના મેયર છે વિવાદમાં આવ્યા છે. એક બાજુ મનપાની તીજાેરી તળિયા જાટક થઇ ગઈ છે ત્યારે આવક વધારવા મનપા પોતાના સોનાની લગડી જેવા પ્લોટ વેચાણ માટે કાઢ્યા છે ત્યારે બીજી બાજુ મેયરને પાંચ કરોડનો બંગ્લો અને તે પણ અનેક સુખ સુવિધા સાથે રહેવા આપવામાં આવ્યો છે.

ત્યારે મેયર આ બંગ્લામાં વૈભવી જીવન જીવશે અને તેનો બોજાે મનપાની તિજાેરી અને લોકો પર આવશે તેને લઈને હવે વિવાદ ઉભો થયો છે. સુરત મનપા છાસવારે વિવાસમાં આવતી હોય છે અને તાજેતરમાં સુરતના મેયર બનેલા હેમાલી બેન પણ સતત વિવાદમાં આવી રહ્યા છે, ત્યારે આ વખતે વિવાદ સામે આવ્યો છે.

જનતાના રૂપિયાનો વેડફાટને લઈને કારણ કે સુરતના મેયર માટે ૨૦૧૭માંઆ જયારે મનપા ત્યારે આ બગંલો બનવાનું નક્કી કર્યુ હતું. વર્ષ ૨૦૧૭ બાદ સતત મનપાની તીજાેરીમાં આવક ઘટી રહી છે ત્યારે આવક વધારવા માટે મનપા સોનાની લગડી જેવા કિંમતી પ્લોટ વેચાણ માટે મુકવામાં આવ્યા છે,

કારણ કે મનપા તંત્ર ચલાવવા રૂપિયાની તીજાેરીના તળિયા જાટક થઇ ગયા છે ત્યારે આવી પરિસ્થિતિમાં મેયર માટે તૈયાર કરવામાં આવેલા બંગ્લામાં મેયર બે દિવસ પહેલા કુંભ ગઢ મૂકી આવીને ચુપચાપ રહેવા જતા રહેતા વિવાદ વકર્યો છે. એકબાજુ આવક નથી ત્યારે મેયરને રહેવા માટે ઉધના મગદલ્લા રોડ પર ભટાર પાસે બનાવાયો બંગલો ૫૯૮૩ ચો.મીમાં ૫ કરોડના ખર્ચે ત્યાર કરવામાં આવ્યો છે.

આ બંગ્લામાં ગાંધીનગરમાં મંત્રી નિવાસથી પણ વધુ સુવિધાવાળો બંગ્લો તૈયાર કરવામાં આવ્યો છે, મેયર બોઘાવાલાના બંગલાના ઇન્ટીરીયર માટે સવા કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બંગ્લોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સિક્યુરિટી કેબિન,સર્વન્ટ ક્વાર્ટરપ્રાઇવેટ ઝોનમાં લિવિંગ રૂમ,ફોર્મલ ડાઇનિંગ રૂમ બનાવવામાં આવ્યો છે.

જ્યારે બંગલામાં તણાવ ઓછો કરવા મેડિટેશન રૂમ પણ બનાવાયો છે. પ્રથમ માળે ૩ બેડરૂમ, ૧ માસ્ટર બેડરૂમની પણ સુવિધા જાેકે આ સાથે સિક્યુરિટીગાર્ડ અને તે એક નહિ પાંચ. આવી વૈભવી જાજરમાન જગ્યામાં મેયર તો રહેવા જતા રહ્યા પણ આ રૂપિયા મેયર તેમના ખીસામાંથી ખર્ચ નથી કરવાના તે માત્ર મનપા અને લોકોના ખીસ્સા પર તેની અસર પડતી જાેવા મળશે.

જાેકે મનપાનું સૂત્ર છે લોકોના સુખ અને લોકોના હિતમાં કામ કરવાનું છે ત્યાયરે આ માત્ર ને માત્ર મેયર પોતાના સુખ અને પોતાના હિતની વાત કરે છે. એક તરફ અમદાવાદમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન જેના મેયર સામાન્ય કાર્યકર કિરીટ પરમાર ચાલીમાં રહે છે. ત્યારે કહેવાનું મન થાય છે કે ‘છે ગરીબોના કૂબામાં ટીપું તેલનું અને મેયરો માટે મહેલો ચણાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.