પાલિકાની સભામાં વિપક્ષના નેતા ભાન ભૂલ્યાઃ 2000ની નકલી નોટો ઉછાળીઃ પ્રમુખની સાડી ખેંચી
પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષ કોંગ્રેસે લોકશાહીનું ચીર હરણ કર્યું
પાલનપુર, પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના નેતાએ મહિલા પ્રમુખની સાડી ખેંચી તેમજ ઉપપ્રમુખ નો કોલર પકડી લોકશાહી નું ચીર હરણ કરવાનું નિમ્ન કક્ષાના કૃત્ય કરતા લોકોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે જાેકે આ મામલે વિપક્ષના નેતા સામે પ્રમુખે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી.
પાલનપુર નગરપાલિકામાં ગુરુવારે સાંજે પ્રમુખ હેતલબેન રાવલના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી જેમાં શાસક ભાજપ પક્ષે બહુમતી ના જાેરે ગત બે સભાના ઠરાવો ને બહાલી આપી હતી અને બજેટ મંજુર કર્યું હતું જાેકે સભામાં વિપક્ષના નેતા અંકિતા ઠાકોર ભાન ભૂલી બે હજારની નકલી નોટો ઉછાળી હોબાળો મચાવ્યો હતો
તેમજ પાલીકા પ્રમુખ હેતલબેન રાવલની સાડી ખેંચી હતી અને ઉપ પ્રમુખ હસમુખભાઈ પઢીયારનો કોલર પકડી તેમને ખેંચી ધક્કામુકી કરી લોકશાહીનું ચીર હરણ કરતા વિપક્ષના નેતા અંકિતા ઠાકોર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લોકશાહીમાં વિપક્ષ દ્વારા સાશક પક્ષનો વહીવટ બાબતે વિરોધ થવો જાેઈએ જેથી લોકશાહી શાસન મજબૂત બને પરંતુ લોક તાંત્રિક ઢબે વિરોધ કરવો જાેઈએ.
આજે પાલનપુર નગરપાલિકામાં વિપક્ષ નેતા દ્વારા મિડીયામાં સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે નગરપાલિકામાં ટોળા સાથે ઘૂસી એક મહિલા પ્રમુખની માન મર્યાદા જાળવ્યા વગર એમની સાડીનો છેડો ખેંચી ફાડ્યો એ ઘટના નિંદનીય અને શરમ જનક કહેવાય. વિપક્ષના નેતાની આ અશોભનીય વર્તનને કડક શબ્દમાં વખોડી કાઢી લોકશાહી ના ખૂન સમાન કરેલ વર્તાવ ને વખોડી તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી આશા રાખું છું.
એક મહિલા તરીકે એમણે મહિલા પ્રમુખનું માન સન્માન કરવું જાેઈએ અને શાંતિ પૂર્વક પોતાના પ્રશ્ન ની રજુઆત કરવી જાેઈએ. આમ હંગામો મચાવ્યો અને સાડી ખેંચી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના બાલિશ પ્રયાસો ના કરવા જાેઈએ પાલનપુર ની જનતા આવા તમાશાથી ભરમાય એમ નથી.
જિલ્લાભરના બીજેપીના કાર્યકર્તાઓ સાથે પાલનપુર શહેરની જનતા આ કલંકિત ઘટના ને કડક શબ્દો મોં વખોડી કાઢીને વિપક્ષના નેતા નગરજનો અને મહિલા પ્રમુખની માફી માંગી લે એવી માંગ રાખે છે.