હળવદમા ઓડ-ઈવન પ્રથા બાબતે વેપારીઓ-તંત્ર વચ્ચે ઘમાસાણ

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ,: હળવદ શહેરમા બજારો ખૂલ્લી રાખવા બાબતે ઓડ-ઈવન પ્રથાની કડક અમલવારી કરાવી,આજરોજ વેપારીઓને દંડ ફટકારાતા દુકાનો ખુલ્લી રાખી મુક વિરોધ કરતા વેપારીઓ આગ બબુલા થઈ,આશરે સવાસો જેટલા વેપારીઓ પોતાની દુકાનો બંધ કરી રસ્તા પર ઉતરી આવી નગર પાલીકા કચેરી એ વિરોધ નોંધાવવા ઘસી ગયા હતા.
નગર પાલીકા કચેરી એ રજુઆત કરવા આવેલા વેપારીઓના કહેવા મુજબ સતત બે માસ થયા લોક ડાઉનના લીધે વેપારમા માઠી અસર પડી છે,જેને લીધે આર્થીક મુશ્કેલીઓ પણ પારાવાર પડે છે,એમા આ નિયમ દ્રારા વેપારમા સાતત્ય જળવાતુ નથી,સવારના આઠથી સાંજના ચાર વાગ્યા સુધી વેપાર માટે આપેલ છુટ દરમ્પાન બપોરના એક વાગ્યા બાદ ગરમીનો પારો ઉચો ચડતા બજારો સુમસામ થઈ જાય છે અને કોઈ ખાસ વેપાર થતો નથી,વળી,પડયા પર પાટુની માફક ગુમાસ્તા ધારાને લીધે દર શનિવારે બજારો બંધ રહે છે,
જેથી રવીવારના રોજ ઓડ-ઈવનમા જે વેપારીઓને દુકાન બંધ રાખવાનો વારો આવે તેની દુકાન સપ્તાહમા બે દીવસ બંધ રહે છે,જેથી વ્યાપારમા સાતત્ય નહી જળવાઈ વેપારમા ખુબ તકલીફ પડે છે.જયારે પાલીકા ખાતે ચીફ ઓફીસર સહીત કોઈ જવાબદાર અધીકારીઓ હાજર ન હોય,બે કલાક સુધી ચાલેલા આ હંગામા બાદ,ત્યા હાજર વેપારીઓ દ્રારા દુકાનો ખુલ્લી રાખવાના નિર્ણય સાથે,જો આ નિર્ણયમા ફેરફાર કરવામા ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી સાથે નારા બાજી કરી પોતાની દુકાનો ખોલી નાખી હતી.પરંતુ,વાસ્તવિકતા એ છે કે રાજય સરકાર દ્રારા આ નિયમોનુ ચુસ્ત પણે પાલન કરાવાના આદેશ હોય આ પ્રથાનો અમલ ન કરનારે વધુ દંડાત્મક કે આંદોલન કરે તો પોલીસ કાર્યવાહીનો ભોગ બનવુ પડે તેવી પરીસ્થીતી સર્જાઈ પણ શકે છે.ત્યારે,આ બાબતે પાલીકાના ચીફ ઓફીસર સાગર રાડીયા અને ઈન્સીડન્ટ કમાંન્ડર એવા પ્રાંત અધીકારી ગંગા સીંગ સાથે ટેલીફોનિક વાતચીતમા બંન્ને એ એક સરખુ જ જણાવેલ કે,રાજય સરકારના નિયમ અને જીલ્રા કલેકટરના જાહેરનામા મુજબ સર્વે વેપારીઓને આ નિયમનો પાલન કરવાનો જ રહેશે,આ બાબતે કોઈ ફેરફાર શકય નથી.
જયારે,આ લખાય રહયુ છે.ત્યારે,પ્રાપ્ત માહિતી અનુસાર મોડી સાંજે આશરે પચ્ચાસેક વેપારીઓ આ બાબતે રજુઆત કરવા હળવદ સ્થીત ધારાસભ્ય પરસોતમ સાબરીયાના કાર્યાલયે પણ પહોચી ગયેલ છે.જેથી ધારાસભ્ય સાબરીયાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓ એ જણાવેલ કે, હુ ગ્રામ્ય વિસ્તારના પ્રવાસમા છુ,વેપારી મિત્રો રજુઆત કરવા કાર્યાલય ખાતે આવ્યા હોવાનુ મારા કાર્યાલયથી જણાવેલ છે.હુ કાર્યાલય પહોચુ પછી વેપારી મિત્રોને સાંભળુ પછી ચિત્ર સ્પષ્ટ થશે.આમ,હાલ આ નિયમને લઈ હળવદમા તંત્ર અને વેપારીઓમા ઘમાસણ મચી ગયેલ છે