પાલીતાણામાં શરત ભંગ કે હેતુફેર કરાયેલા પ્લોટ માલિકો સામે પગલાં કયારે લેવાશે?
પાલીતાણા, જુના પાલીતાણા રાજયમાં તે સમયે અને ૧૯૪૪માં જૈન સદગૃહસ્થોને ભકિત, તપ, આરાધના કરવા માટે વાર્ષિક સામાન્ય ભાડું રૂપિયા વીસ આસપાસ ઠરાવી અંદાજે ર૦૦૦થી રપ૦૦ ચોરસવાર જમીનના આશરે ૪૩ પ્લોટોનું પ્લોટીગ થયેલ અને કાયદેસરના હુકમથી સનદી આવી ભાડાપટે આપવામાં આવેલ.
જેમાં નિયત સમયમાં બાંધકામ કરવું તેમજ પુર્વ મંજૂરી સિવાય શરતો તબદીલ નહી કરવા તેમજ વાણીજય ઉપયોગ નહી કરવો અને અન્ય નિયંત્રીત શરતો ઠરાવી જુના પાલીતાણા રાજયે ૯૯૯ વરસના ભાડાપટ્ટે આવા જમીનના પ્લોટો જૈન સદગૃહસ્થોને આપેલ હતા.
આ પ્લોટો પૈકી કેટલાક પ્લોટોમાં બાંધકામ થયેલ હતું જયારે અંદાજે ૩૦ જેટલા પ્લોટોમાં બાંધકામ થયેલ નહી. આ પેકીના કેટલાક પ્લોટો સરકારી મંજુરી વિના બારોબાર થર્ડ પાર્ટીને તબદીલ થઈ ગયેલ અને ભાડાપટ્ટાના પ્લોટો ગેરકાયદેસર વેચાણના આધારે દસ્તાવેજો થઈ શરતભંગ જે થયેલા તેનાથી સરકારને લાખો રૂપિયાનું નુકશાન થયેલ છે.
આ અંગે અગાઉ એક જાહેર પીટીશન દ્વારા ભાવનગર જીલ્લા કલેકટર સમક્ષ રજુઅત થતાં જેતે સમયે તે સમયના જીલ્લા કલેકટર શરત ભંગના કેસો દાખલ કરી અંદાજે ૧૮ પ્લોટો બાંધકામ ઈમલા સરકાર દાખલ કરવા ઐતિહાસિક ઠરાવો આપેલ. દરમ્યાનમાં કલેકટરના હુકમ મુજબ મામલતદાર સરકાર તરફે કબજો ન લે તેવા મનાઈા હુકમો મેળવી ખુલ્લા પ્લોટોમાં ગેરકાયદેસર પુરજોશમાં ચાલી રહયું છે. છતાં તંત્ર ગમે તે કારણોસર ચુપકીદી સેવી રહેલ છે.
આજા પ્લોટો પૈકી અમુક પ્લોટો અમુક શખ્સોએ ખરીદ કરી કબજા મેળવી બાંધકામો કરી શરતોના ભંગ કરી રહયા છે. પરંતુ પાલીકા કે મહેસુલ તંત્ર આ બાબતે નિષ્ક્રીય છે. આ પ્રકરણમાં અગત્યની વાત એ છે કે ભાડાપટ્ટાના સનદમાં જોગવાઈ છે અને તે ભાડાપટ્ટે લીઝની વસુલવાની જોગવાઈ વાત ગમે તે કારણોસર ઉડાવી દીધી છે. લીઝનાં ખાતા બંધ કરી દીધાનું જાણવા મળે છે.