પાલી ગ્રામ પંચાયતમાં ડે.સરપંચની ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયા
(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલિયા) ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક પાલી (સેવાલીયા) ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે તાઃ- ૨૪-૦૧-૨૦૨૨ના બપોરે ૨ ઃ૦૦ કલાકે ચૂંટણી યોજવામાં આવી હતી.
પ્રથમ સભા ના એજન્ડામાં જણાવ્યા અનુસાર સવાર ૧૦ઃ૦૦થી ૧૨ઃ૦૦ સુધી ઉપ સરપંચની ઉમેદવારી માટે ફોર્મ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે ૧ઃ૩૦ સુધી ફોર્મ પરત ખેંચવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ૨ઃ૦૦ વાગે ઉપસરપંચની ચૂંટણી યોજવામા આવી હતી.
પાલી સેવાલીયામાં ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. પાલી ગ્રામ પંચાયતમાં ૧૮ વોર્ડના સભ્યો મતદાર તરીકે પોતાના નાયબ સરપંચને આજે ચૂંટી કાઢવા માટે અને મતદાન કરવા ગ્રામ પંચાયત કચેરી ખાતે આવ્યા હતા.જેમાં ચૂંટણી અધિકારી નિલેશ જાેશી(નાયબ મામલતદાર, ગળતેશ્વર) દ્વારા મતદાન કરવા અંગે માહિતી આપવામાં આવી હતી.
અને તમામ સભ્યોને સમજાય તેમ જણાવ્યું હતું કે હું ઉમેદવાર નું નામ બોલું એને મત આપવા માંગતા સભ્યો હાથ ઊંચો કરશે બાદમાં ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં પહેલા ઉમેદવાર તરીકે મોહસીનભાઈ યાસીનભાઈ વહોરાનું નામ લેતા તેના તરફેણમાં કુલ ૧૭ હાથ ઊંચા થયા હતા
અને બીજા ઉમેદવાર નીતિનભાઈ જેઠાભાઈ પટેલનું નામ જાહેર કરતા તેઓની તરફેણમાં માત્ર ૨ હાથ ઊંચા થતા ચૂંટણી અધિકારી દ્વારા સૌથી વધુ હાથ ઊંચા થયેલા ઉમેદવાર મોહસીન વહોરાને વિજેતા જાહેર કર્યા હતા. જેને લઈ બહાર ઉભેલા સમર્થકોએ જીતને વધાવી પોતાના નવા ઉપ સરપંચને ફુલહાર અને મીઠાઇથી જીતની ખુશીને વહેંચી હતી.