પાલેજમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો: 7 જૂગારીઓ ઝડપાયા
૭ જુગારીઓ ૧.૫૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાલેજ નગરમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડા પાડી ૭ જુગારીઓને રૂપિયા ૧.૫૦ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી.
તે દરમ્યાન મળેલ બાતમીના આધારે પાલેજ ખાતે આવેલ જમાદાર શોપિંગ સેન્ટરના રહેણાંક મકાનમાં દરોડા પાડતા મકાન માંથી જુગાર રમતા (૧) ઈસ્તિયાજ યાકુબ જમાદાર જાતે સીંધી હાલ રહેવાસી. ૧૪૮૭, જમાદાર શોપીંગ,આમલી સ્ટેન્ડ, સીમલીયા
રોડ,પાલેજ તા.જી.ભરૂચ મુળ રહેવાસી. મેસરાદ, જમાદાર ફળીયુ, તા.કરજણ જી.વડોદરા (૨) મુસા મહંમદ હશન પઠાણ ઉ.વ.૪૪ રહેવાસી.પાલેજ એસ.કે.-૦૨ સોસા. સિનેમા રોડ પાલેજ, તા.જી.ભરૂચ (૩) અલ્તાફખાન દાઉદખાન પઠાણ ઉ.વ. ૪૩ રહેવાસી. ગોલ્ડન પાર્ક સોસાયટી મકાન નંબર ૦૭, રેલ્વે સ્ટેશન પાલેજ, તા.જી.ભરૂચ (૪) ઉસ્માન યાકુબ મુસા પટેલ
ઉ.વ. ૪૪ રહેવાસી. મેસરાદ હાજી ફળીયુ, તા.કરજણ જી. વડોદરા (૫) ફરીદ અહેમદ સિંધી ઉ.વ. ૪૯ રહેવાસી. કરણ, સિંધીફળીયુ, તા.કરજણ જી.વડોદરા (૬) સિરાજ મહંમદ હસન પઠાણ ઉ.વ. ૩૭ રહેવાસી. કાવી, રેલ્વે નવીનગરી, તા.જંબુસર જ ભરૂચ અને (૭) મુસા ઈબ્રાહિમ મહેરબાન પટેલ ઉ.વ. ૩૯ રહેવાસી. હલદરવા, ટેકરી ફળીયુ, તા. કરજણ જી.વડોદરાઓને ૧,૫૪,૬૮૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાંચના દરોડામાં ઝડપાયેલા જુગારીઓ પાસેથી રૂપિયા ૫૦ હજાર ઉપરાંતની રોકડ રકમ તેમજ ૩ ટુ-વ્હીલર વાહનો સહિત મોબાઈલ મળી આવતા ૧,૫૪,૬૮૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.