પાલેજ પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વાર્ષિક ઈન્સ્પેકશન કરાયું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાના નવનિયુક્ત ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.આયોજિત વાર્ષિક ઈન્સ્પેશનમાં પાલેજ ગ્રામ પંચાયતના સરપંચ,ઉપસરપંચ સહિત
પાલેજ પોલીસ મથકના તાબા હેઠળ આવરી લેવાયેલા ૧૩ ગામોના સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ પાલેજ ખાતે આવી પહોંચ્યા બાદ KPC ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરેડ યોજાઈ હતી.જ્યાં તેઓએ પાલેજ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર પી.આર.વાઘેલા સહિત પોલીસકર્મીઓની સલામી ઝીલી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલનું ઉપસ્થિત ગ્રામ પંચાયતોના સરપંચોએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ નગરજનોની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો.જેમાં વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચાઓ થઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે
પાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ઈન્સ્પેશન સાથે સાથે લોક દરબાર યોજાયો હતો.જેનો મુખ્ય હેતુ લોકો સાથે ઓળખ થાય તેમજ જે કોઈ લોક પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવવાના હેતુસર લોક દરબાર આયોજિત કરવામાં આવ્યો હતો.સાથે સાથે કોઈપણ લોક પ્રશ્નો બાબતે તેઓએ લોકોને બેધડક પોલીસનો સંપર્ક કરવા તેઓએ જણાવ્યું હતું.