પાવતી કપાવાનાં સમાચાર હેડલાઇન બનતા દુઃખી છું
મુંબઈ: બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય ગત દિવસોથી સતત ચર્ચામાં છે. ખાસ કરીને પત્ની પ્રિયંકા સાથે તેનું વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન ખુબજ ચર્ચામાં રહ્યું. વિવેક ઓબેરોયે વેલેન્ટાઇન ડે સમયે પત્ની પ્રિયંકાની સાથે તેનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં પ્રિયંકાને બાઇકની બેક સીટ પર બેસાડી વિવેક તેને રોમેન્ટિક અંદાજમાં ફેરવતો નજર આવ્યો હતો. પણ બાદમાં આ વીડિયો તેમનાં માટે મુશ્કેલીનું કારણ બની ગયું હતું. કારણ કે, આ દરમિયાન વેેક અને તેની પત્નીએ ન તો હેલમેટ પહેર્યું હતું ન તો માસ્ક.
વીડિયોનાં સામે આવ્યા બાદ વિવેક ઓબેરોય વિરુદ્ધ મુંબઇ પોલીસે ચલાન કાપ્યું હતું અને આ કેસ ખુબજ ચર્ચામાં રહ્યો હતો. વિવેક ઓબેરોયે આ ઘટના પર પોતાનું રિએક્શન આપ્યું છે. એક્ટરે કહ્યું કે, મેભલે ચલાન વાળી વાતને મજાકિયા અંદાજમાં લીધી છે. પણ તેનો એ અર્થ જરાં પણ નથી કે તેને હેડલાઇન બનાવી દેવમાં આવે. અને આ વાતથી મને દુખ નથી થયું.
વિવેકે કહ્યું કે, ‘આ તે જ અઠવાડિયું હતું જ્યારે મે ખેડૂત બાળકોને ૧૬ કરોડ રૂપિયાની સ્કોલરશિપ આપવાની જાહેરાત કરી હતી. પણ જે અંગે વાતો થઇ અને જે નેશનલ ન્યૂઝ બની ગઇ તે હતું મારુ બાઇક ચલાવતા સમયે હેલમેટ ન પહેરવું અને ચલાન કપાવવું. મારી ઉપર નિશાન સાધવામાં આવી રહ્યું હતું. હેલમેટ ન પહેરવું દરેક તરફ ચર્ચામાં હતું. હું આ સમાચારથી થોડો નિરાશ થઇ ગયો હતો. આ વિચારીને ખરેખરમાં લોકોનાં જીવનમાં અસર કરનારી ખબર હતી કે મારું હેલમેટ ન પહેરવું તે મોટી ખબર હતી.