Western Times News

Gujarati News

પાવરગ્રિડ ઇન્ફ્રા. ઇન્વેસ્ટમેન્ટનો IPO 29 એપ્રિલ, 2021ના રોજ ખુલશે

·  પાવરગ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“પાવરગ્રિડ InvIT” અથવા “PGInvIT”)એ રૂ. 49,934.84 મિલિયન (“ફ્રેશ ઇશ્યૂ”) સુધીના યુનિટ કર્યા છે અને વિક્રેતા શેરધારકોએ ઓફરમાં રૂ. 27,415.08 મિલિયન સુધીના યુનિટ ઓફર કર્યા છે

·  એન્કર રોકાણકારો સિવાયના બિડર્સ લઘુતમ 1,100 યુનિટ અને પછી 1,100 યુનિટના ગુણાંકમાં બિડ કરી શકશે

મુંબઈ, InvIT નિયમનની દ્રષ્ટિએ મંજૂરી મળ્યા મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ તરીકે માલિકી ધરાવવા, નિર્માણ કરવા, કામ કરવા, જાળવણી કરવા અને રોકાણ કરવા સ્થાપિત InvIT પાવરગ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“પાવરગ્રિડ InvIT”)ના યુનિટની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (“આઇપીઓ” કે “ઓફર”) 29 એપ્રિલ, 2021ને ગુરુવારે રોજ ખુલશે,

જેની પ્રાઇસ બેન્ડ યુનિટદીઠ રૂ. 99થી રૂ. 100 નક્કી કરવામાં આવી છે. ઓફર 3 મે, 2021ને સોમવારે બંધ થશે. પાવરગ્રિડ InvITએ રૂ. 49,934.84 મિલિયન (“ફ્રેશ ઇશ્યૂ”) સુધીના કુલ યુનિટ ઇશ્યૂ કર્યા છે તથા વિક્રેતા યુનિટધારક રૂ. 27,415.08 મિલિયનના કુલ યુનિટ ઓફર કર્યા છે. એન્કર રોકાણકારની બિડિંગની તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખ એટલે કે 28 એપ્રિલ, 2021 અગાઉ એક દિવસ અગાઉ હશે.

પાવરગ્રિડ InvITના યુનિટ બીએસઈ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઇ”, જે બીએસઈ સાથે સંયુક્તપણે “સ્ટોક એક્સચેન્જીસ”) પર લિસ્ટેડ થશે. ટ્રસ્ટને એના યુનિટના લિસ્ટિંડ માટે 2 ફેબ્રુઆરી, 2021 અને 3 ફેબ્રુઆરી, 2021ના રોજ અનુક્રમે બીએસઇ અને એનએસઇ પાસેથી પત્ર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ ઓફરમાં પોસ્ટ-ઓફરના આધારે બાકીના યુનિટનો ઓછામાં ઓછો 10 ટકા હિસ્સો સામેલ હશે.

ઓફરમાંથી થનારી ચોખ્ખી આવકનો ઉપયોગ આ ઉદ્દેશો માટે થશેઃ (1) ઇનિશિયલ પોર્ટફોલિયો એસેટ્સને એની દ્વારા લેવામાં આવેલા ઋણની સંચિત વ્યાજ સહિત પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી માટે લોન આપવા અને (2) સાધારણ ઉદ્દેશો માટે.

આ ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા અને [InvIT નિયમનો અને સેબી માર્ગદર્શિકા]નું પાલન કરીને રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે સંસ્થાગત રોકાણકારોને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં શરત એ છે કે, InvIT નિયમનો અને સેબી માર્ગદર્શિકા મુજબ, લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને ઇન્વેસ્ટમેન્ટ મેનેજર અને સેલિંગ યુનિટધારક વિવેકાધિન ધોરણે સંસ્થાગત રોકાણકારનો મહત્તમ 60 ટકા હિસ્સો ફાળવી શકે છે.

ઉપરાંત InvIT નિયમનો અને સેબી માર્ગદર્શિકા મુજબ, ઓફરનો ઓછામાં ઓછો 25 ટકા હિસ્સો બિનસંસ્થાગત રોકાણકારોને સપ્રમાણ ફાળવણી માટે ઉપલબ્ધ કરશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે.

એન્કર રોકાણકારોએ સબસ્ક્રાઇબ કરેલા યુનિટ સિવાય બિડર્સ બિડ લઘુતમ 1,100 યુનિટના લોટ માટે અને પછી 1,100 યુનિટના ગુણાંકમાં કરી શકશે.

જ્યારે ઓફરના ટ્રસ્ટી આઇડીબીઆઈ ટ્રસ્ટીશિપ સર્વિસીસ લિમિટેડ છે, ત્યારે પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ સ્પોન્સર છે. પાવરગ્રિડ ઉચહાર ટ્રાન્સમિશન લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે.

ઓફરના લીડ મેનેજર્સ આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ અને એચએસબીસી સીક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.