પાવરગ્રીડ દ્વારા પીએમ કેરભંડોળમાં 200 કરોડ રૂપિયા સમર્પિત કરવામાં આવ્યા
નવી દિલ્હી, જ્યારે સમગ્ર રાષ્ટ્રમાં લોકડાઉન છે ત્યારે ઊર્જા મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત એક ‘મહારત્ન’ સીપીએસઈ, પાવરગ્રીડ અને સેન્ટ્રલ ટ્રાન્સમિશન યુટિલિટી (સીટીયુ) ઑફ ઇન્ડિયા એ 24×7 ઊર્જા પુરવઠો અવિરતપણે મળતો રહે તેની ખાતરી કરી રહ્યા છે. એક જવાબદાર કૉર્પોરેટ નાગરિક તરીકે પાવરગ્રીડે કોરોનાવાયરસ વિરુદ્ધની ભારતની લડાઈમાં સહાયતા કરવા માટે પ્રધાનમંત્રીના નાગરિક સહાયતા અને આકસ્મિક પરિસ્થિતિમાં રાહત ભંડોળ (પીએમ કેર)માં 130 કરોડ રૂપિયાનું યોગદાન આપવાનો નિર્ણય લીધો છે.
રોગચાળા સામેની લડાઈમાં મદદ કરવા માટે તેણે આગામી નાણાકીય વર્ષમાં 70 કરોડ રૂપિયાનું અન્ય યોગદાન આપવાની પણ કટિબદ્ધતા વ્યક્ત કરી છે. તેના કારણે પાવરગ્રીડ દ્વારા કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવેલ કુલ યોગદાન 200 કરોડ રૂપિયા થઇ જશે. તે ઊર્જા મંત્રાલય અને નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય અંતર્ગત આવતા તમામ સીપીએસઈ દ્વારા પ્રતિબદ્ધિત 925 કરોડ રૂપિયાનો એક ભાગ હશે. પાવરગ્રીડના કર્મચારીઓ પોતાના વેતનમાંથી પણ અમુક હિસ્સો આ હેતુસર દાનમાં આપી રહ્યા છે. દેશમાં તમામ પાવરગ્રીડ સબ સ્ટેશનોની અંદર જુદા-જુદા ટ્રાન્સમિશન બાંધકામના સ્થળો પર શ્રમિકો અને કોન્ટ્રેકટ ધરાવતા કામદારોને માસ્ક, સાબુ, સેનિટાઇઝર, પેકેટમાં ભોજન સામગ્રી, કરિયાણાની વસ્તુઓ અને મેડીકલ સહાય પૂરી પાડવામાં આવી રહ્યા છે.
કોવિડ-19ના વિસ્ફોટના કારણે તૈયારીના ભાગરૂપે દેશમાં તમામ સબ સ્ટેશનોમાં અવિરત ઊર્જાનો પૂરવઠો પૂરો પાડવાની ખાતરી કરવા માટે એક બેકઅપ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.