પાવાગઢઃ એસ.ટી.ડ્રાઈવરને ત્રણ પોલીસ કર્મચારીઓ માર મારતા રોષ

(પ્રતિનિધિ) ગોધરા, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ની તળેટી માં આવેલા અને સહેલાણીઓ માટે આકર્ષણ રૂપ કહેવાતા વળા તળાવ ખાતે સર્જાયેલા ભયંકર ટ્રાફિક જામ માં વડોદરા- બારીયા ની એસ.ટી બસ પણ ફસાઈ ગઈ હતી આ ટ્રાફિકજામને હળવો કરવા માટે દોડી આવેલા સાદા વેસ મા ત્રણ પોલીસ કર્મચારીઓએ બસને આગળ લેવાનું કહેતા
અને ટ્રાફિક જામ મા બસ આગળ જઈ શકે એમ નથી ની શરૂ થયેલી રક્ઝકો વચ્ચે સાદા વેશ માં આવેલા ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા એસ.ટી. બસ ના ડ્રાઇવર સલીમભાઈ ઘાંચીને કેબિન માંથી નીચે પછાડ્યા બાદ દંડાવાળી કરીને ઢોર માર મારતા આ ડ્રાઇવર સલીમભાઈ ઘાંચીને પગ માં ફેક્ચર થઈ ગયું હતું જોકે આજ સવારથી યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓના ઘસારાના પગલે
એસ.ટી બસ ની સુવિધાઓ વધારીને સુચારા આયોજન માટે પાવાગઢ માંચી ડુંગર ઉપર હાજર રહેલા આ ગોધરા ડિવિઝન ના વિભાગીય નિયામક એસ.ટી ડિંડોર ને આ બાબતની જાણ તથાવેંત પાવાગઢ તળેટીમાં આવી પહોંચ્યા હતા અને હાલોલ ના ડેપો મેનેજર ને એસ.ટી ના ડ્રાઇવર ને માર મારવાના આ બનાવોમાં પાવાગઢ પોલીસ સ્ટેશન માં કાયદેસર ફરિયાદ કરવાના સૂચનો કર્યા હતા.
વિભાગીય કચેરી એસ ટી વિભાગ ગોધરા હસ્તક આવેલ બારીયા ડેપો ના જી્ બસ ચાલાક ને પાવાગઢ પોલીસ મથક ના ત્રણ જેટલા પોલીસ કર્મીઓએ ઢોર મારતાં ડ્રાઈવર ને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા એસ ટી બસ ના ચાલાક સલીમ ભાઇ ઘાચી વડોદરા થી બારિયા તરફ જઇ રહ્યા હતા દરમિયાન રવિવાર ને લઈ યાત્રા ધામ પાવાગઢ વડા તળાવ પાસે ભારે ટ્રાફિક જામ સર્જ્યો હતો
દરમિયાન ત્રણ પોલીસ કર્મીઓએ ડ્રાઇવર ને એસ ટી બસ આગળ લઈ જવા જણાવ્યુ હતું જોકે ટ્રાફીક જામ હોય આગળ જગ્યા ન હોવાનુ ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું જેને લઇ પોલીસ કર્મીઓ એ બસ નાં ચાલાક સાથે ભારે રકઝક કરી હતી અને ત્યાર બાદ બસ ના ચાલાક ને સ્ટેરીંગ પર થી નીચે ખેચી ઢોરમાર મારવામાં આવ્યો ત્રણ જેટલા પોલીસ કર્મીઓ દ્વારા લાકડી વડે માર મારવામાં આવતા એસટી બસના ચાલકના પગમાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી
ઈજાગ્રસ્ત એસ ટી બસ ના ડ્રાઈવર ને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતાં બનાવ ની જાણ થતાં વિભાગીય નિયામક સહિત એસ.ટી વિભાગના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા
અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી આ તરફ પોલીસ કરમીઓ દ્વારા દ એસ ટી વિભાગ ના કર્મચારીને માર મરવામાં આવ્યા હોવાના બનાવ ને લઈ સમગ્ર ગુજરાત એસ ટી વિભાગ કર્મચારી સંગઠન માં રોષ ફેલાયો છે અને કસૂરવાર પોલિસ કર્મીઓ સામે નિયમ અનુસાર કાર્યવાહિ ની માંગ સંગઠન દ્વારા કરવામાં આવી છે..