પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરના શિખર આઠ સુવર્ણ કળશથી મઢાયા

પાવગઢ, યાત્રાધામ અને શક્તિપીઠ પાવગઢ ખાતે હાલ નવીનીકરણ અને વિકાસ નું કાર્ય અંતિમ તબક્કામાં છે ત્યારે મહાકાળી નિજ મંદિર ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત સોનાના કળશ પ્રસ્થાપિત કરવા માં આવ્યા છે.જે હાલ ભક્તો માં આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે.
શક્તિપીઠ પાવગઢ ખાતે મહાકાળી મંદિરનું નવીન મંદિર બન્યા બાદ મંદિરની ટોચ પર આવેલા મુખ્ય શિખર પર સોના ના સાત કળશની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઓ તરફથી મળેલ સોના દાનમાંથી પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ ૮ શિખરો પર સોનાના ઢોળ ચઢાવેલા કળશની પૂજા વિધી કરી સ્થાપના કરવા માં આવી છે.
કુલ ૧૩ કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર ૬ ફૂટનો એક કળશ અને ધ્વજા દંડ પર ૧.૫૦ કિ.ગ્રા.નો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો. મંદિરના અન્ય ૨ ફૂટ ના ૭ શિખરો પર પણ સોનાનો ઢોળ ચઢાવી કળશ સ્થાપીત કરવામાં આવ્યા હતા.આ કડશો હાલ પાવગઢ મંદિર ની શોભા વધારી રહ્યા છે અને ભક્તો માં પણ આકર્ષક ઉભું કરી રહ્યા છે.
હાલ નિજ મંદિર પર ૨ ફૂટના એક કળશ પર ૨૦૦ ગ્રામ લેખે ૭ નાના કળશ પર રૂા .૧૪.૫૦ કરોડના ૧.૪ કિ.ગ્રા. સોનાનો ઢોળ ચઢાવી પૂજા અર્ચના કરી મંદિરના નાના શિખરો પર સ્થાપિત કરાતાં માતાજીનું મંદિર પર પ્રથમવાર સોનાના કળશથી સુશોભિત થયું છે.
પાવાગઢ મંદિર પર દાતાઓ તરફથી દાનથી મળેલા રૂા.૧૪.૫૦ કરોડના ૨.૯૦૦ કિ.ગ્રા સોનાનો ઉપયોગ કરીને નવીન બનેલા મંદિર પર સોનાના ઢોળ ચઢાવેલા ૮ કળશ સ્થાપિત થતાં મહાકાળી માતાજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમવાર શિખર બધ્ધ બન્યું છે.SS1MS