પાવાગઢ પરથી ઉતરતી વખતે ટેમ્પો 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકયો
સ્થાનિકોએ ડ્રાઈવરને ઈજાઓ થતા રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડયો
(પ્રતિનિધિ) ગોધરા, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરનો માલ સામાન ભરીને માચી ખાતે ખાલી કરવા માટે મહેસાણાની એક ટ્રાન્સપોર્ટ ગુરુદેવ ટ્રાન્સપોર્ટનો એક આઇસર ટેમ્પો લઈને આઇસર ટેમ્પોનો ચાલક પ્રવીણભાઈ નાનજીભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ ૩૧ રહે.ધનકવાડા,તાલુકો દિયોદર, જીલ્લો બનાસકાંઠા માચી ખાતે આવ્યો હતો
જેમાં માચી ખાતે માલ સામાન ખાલી કરીને આઇસર ટેમ્પોનો ચાલક ટેમ્પો લઈને પરત માચી પરથી નીચે તળેટીમાં ચાંપાનેર તરફ ઊતરી રહ્યો હતો તે દરમિયાન આજે શુક્રવારે સવારે ૧૦ઃ૩૦ વાગ્યાના સુમારે માચી ખાતેથી નીચે ઉતરતી વખતે સેલ્ફી પોઇન્ટ પાસે આવેલ મોટા વળાંક પાસે પૂર ઝડપે નીચે ઉતરી રહેલ આઇસર ટેમ્પોના સ્ટેરીંગ પરથી કોઈ કારણસર એકાએક આઇસર ના ચાલક પ્રવીણભાઈનો કાબૂ ખોવાયો હતો
જેમાં આઇસર ટેમ્પો બેકાબૂ થઈ સેલ્ફી પોઇન્ટ પરથી ઉપરની જતા મોટા વળાંકના નીચે ઉતરતા ઢોળાવ પરથી બેકાબુ થઈ રોડની સાઈડમાં આવેલ લોખંડની મજબૂત એવી રેલિંગ તોડી ૧૦૦ ફૂટ જેટલી ઉંડી ખીણમાં ધડાકા ભેર પછડાયો હતો જેમાં આઇસર ટેમ્પો ધડાકાભેર ઉંડી ખીણમાં ખાબકતા આસપાસથી વાહનો લઈને પસાર થઈ રહેલા સ્થાનિક વાહન ચાલકો તેમજ અન્ય લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા
જેમાં ટેમ્પો સહિત ખીણમાં ખાબકેલા આઇસર ચાલક પ્રવીણભાઈને પગના ભાગે તેમજ શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમાં સ્થાનિકોએ તાત્કાલિક ખીણમાં ઉતરી ટેમ્પો સહિત થી ૧૦૦ ફૂટ જેટલી ઊંડી ખીણમાં ખાબકેલા ચાલક પ્રવીણભાઈને બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જ્યારે બનાવની જાણ થતા પાવાગઢ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી
અને સ્થાનિકો સાથે પાવાગઢ પોલીસ પણ ચાલક પ્રવીણભાઈને ખીણમાંથી બહાર કાઢવાના રેસ્ક્યું ઓપરેશનમાં જોડાઈ હતી જેમાં ભારે જહેમત બાદ જંગલના પાછળના રસ્તેથી ઈજાગ્રસ્ત ચાલક પ્રવીણભાઈને બહાર કાઢવામાં આવ્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેને તાત્કાલિક હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.
જેમાં આઇસર ટેમ્પોના ચાલક પ્રવીણભાઈ નાનજીભાઈ પ્રજાપતિને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે જ્યાં તેની હાલમાં સારવાર હાથ ધરાઇ રહી છે જ્યારે ૧૦૦ જેટલી ફૂટ ઊંડી ખીણમાં ધડાકાભેર ખાબકેલ આઇસર ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળેલ છે.