Western Times News

Gujarati News

પાસના સમર્થનમાં જીજ્ઞેશ મેવાસાનું કોંગ્રેસમાંથી રાજીનામું

સુરત, સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય યુદ્ધ ચરમસીમા પર પહોંચી ગયું છે. પાસના નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે, કોંગ્રેસના ૧૨ જેટલા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચશે. ત્યારે આ વચ્ચે સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામું આપ્યું છે.

પાસના સમર્થનમાં જીજ્ઞેશ મેવાસાએ રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું. ત્યારે રાજીનામુ આપતા તેમણે કહ્યું કે, સમાજ માટે હું રાજીનામું આપું છું. પાટીદારો સાથે ખોટું થઈ થયું છે. પાટીદાર સમાજને અન્યાય થઈ રહ્યો છે. કોંગ્રેસ પાટીદારોનું ઋણ ભૂલી ગયું છે. પાટીદાર સમાજને કોંગ્રેસે દોષિત ગણાવી છે.

કોંગ્રેસમાં પાટીદાર સમાજનું મહત્વ ભૂલાયું છે. કોંગ્રેસના નેતાઓ પાછલા બારણે ભાજપ સાથે મળી ગયા છે. કોંગ્રેસ અને પાસ વચ્ચેના વિવાદમાં હવે સુરત કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મેવાસાએ રાજીનામું આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, વેન્ટીલેટર થકી પાસે કોંગ્રેસને જીવનદાન આપ્યું. ગાડું કૂતરુ હાંકે છે કે કૂતરુ ગાડું હાંકે છે તે તો ઈલેક્શનમાં ખબર પડી જશે. જાે અમિત શાહની સભા સુરતમાં નિષ્ફળ બનાવી શકાય છે તો ઘણુ બધુ કરી શકાય છે.

ટિકિટ ફાળવણીમાં અમારા સલાહસૂચન લેવા જાેઈએ. એ લોકો માત્ર હુકમ જ કરે છે. પાટીદાર સમાજ, અલ્પેશ કથીરિયા, હાર્દિક પટેલ અમારા હીરો છો. તે કહેશે તેમ જ થશે. કોંગ્રેસને જીવિત કરનાર અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલ છે. આજે સાંજ સુધી ખબર પડશે કે કેટલા ફોર્મ પાછા ખેંચાય છે.

મારી સાથે મારા સમર્થકો પણ છે. તેમણે કહ્યું કે, પાટીદાર સિવાય અન્ય ઉમેદવાર પણ અમારી સાથે છે. આ ડેમેજનો ફાયદો આપ પાર્ટીને પણ થઈ શકે છે. અહીંના પ્રમુખ પણ અમને પૂછતા નથી, તો પછી હાઈકમાન્ડની વાત જ ક્યાં આવે છે. હાર્દિક પટેલ સાથે અમારી વાતચીત થાય જ છે.

સમસ્યા સુરતમાં છે, તો હાર્દિક પટેલને રાજીનામુ આપવાની વાત જ નથી. કોંગ્રેસ પાટીદારોનું અપમાન કરે છે. જાે પાસ કહે તો હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. હાર્દિક પટેલને કોંગ્રેસમાં ગણવામાં નથી આવતા તેથી અમે આ પગલા લીધા છે. હાર્દિક પટેલની ભલામણને પક્ષે માની નથી. અમે સુરતમાં બે ટિકિટ માંગી હતી, તે પણ આપવામાં નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.