પાસરોડા ગામનાં પરા વિસ્તારોમાં પાણી ભરાતાં પરિવારો સંપર્ક વિહોણા બન્યા
(પ્રતિનિધિ)વિરપુર, વિરપુર તાલુકાના પાંસરોડા ગ્રામ પંચાયતનું આંકલિયાના મુવાડા વિસ્તાર જેમા ૫૦ થી વધુ પરિવાર વસવાટ કરે છે જેમા ૩૦૦ થી વધારે દુધાળા પશુ ધન અને પશુ પાલક મૂખ્ય વ્યવસાય સાથે જોડાયેલ છે.વધુ માં મુવાડા ના ૬૦ થી પણ વધારે બાળકો નું ભણતર પણ જે વરસાદ ના નવા નીર આવતા જ લાચાર બની જાય છે જેનું મૂખ્ય કારણ એજ કે આ આંકલિયા ના મુવાડા ને બહાર ની દુનિયા સાથે જોડતો માત્ર એક જ માર્ગ છે જેમા એક કોતર આવે છે જે કોતર ઉનાળો અને શિયાળા ની રુતુમાં પાણી ના હોવા ના કારણ લોકો ત્યા થી અવરજવર કરી શકે છે જયારે ચોમાસું સરું થતા જ પાણી આવતા આ મુવાડા ના લોકો અન્ય ગામ અને લોક સમ્પર્ક અને જન જીવન સાથે પશુ ધન ની જરૂરિયાત થી વંચિત થઈ જવા પામેલ છે તે માટે આવા ગામો સંપર્ક વિહોણા બની જાય છે.
આંકલિયાના મુવાડા ના ગ્રામ જનો દર વર્ષ ની જેમ જયારે પણ વરસાદ ની શરુવાત થતા તેમના જીવન જરૂરિયાત ની વસ્તુ , બાળકો ના શિક્ષણ ની સાથે પશુ ધન માટે પણ અને તેમાંય આ સમગ્ર વિસ્તાર ના પરિવારો દૂધ ના વ્યવસાય પર વધુ નિર્ભય હોઈ આવી રુતુમાં તેઓ બાજુના ગામ માં દૂધ ભરતા હોઈ તે આવક પણ દૂધ ના ભરવા ના કરણે બંધ થઈ જાય છે અને આર્થિક મુશ્કેલી નો સામનો કરવા નો વારો આવે છે જયારે ખાસ કરી આરોગ્ય બાબતે અત્યંત કઠીન અને ઘણી મુશ્કેલી નો સામનો કરવા નો સમય આવેછે .ગ્રામ જનો ની વારં વાર રજુવાત કરવા છતા આ ગામ ને લોક સમ્પર્ક માટે નો મૂખ્ય માર્ગ જેમાં કોતર હોવાથી અને પાણી જતું હોવાથી જીવન જરૂરિયાત જેવી વસ્તુ માટે પણ વલખાં મારવા પડેછે આ મુશ્કેલી નો માત્ર એક જ રસ્તો છે કે આ કોતર ઉપર પુલ વહેલી તકે બનાવે તો લોકો ની તકલીફ નો અંત આવે તેમ છે સરકાર આ લાચાર પ્રજા ને વહેલી તકે ન્યાય આપે તેવું આંકલિયા ની પ્રજા ઈચ્છી રહી છે.*