પિતાએ જ સાત વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યુ
સુરત: સુરતમાં માનવતા શર્મશાર કરનારી ઘટના સામે આવી છે સાત વર્ષની દીકરીને સાગા પિતાએ પીંખી નાખી હતી. માતા ઘરની બહાર જતા આ ઘટના બની હતી. માતા જ્યારે ઘરે આવી ત્યારે બાળકીએ સમગ્ર ઘટના કહેતા બાળકીની માતાએ પોતાના માતા પિતા વતનથી આવતા નરાધમ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી છે. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં સુરતના વરાછા ખાતે આવેલા અંકુર ચાર રસ્તા પાસે ભાડે મકાનમાં રહેતા અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવાને આજથી ત્રણ દિવસ પહેલા પોતાની પત્ની કામ માટે ઘરની બહાર ગઈ હતી
ત્યારે પોતાની સાત વર્ષની બાળકી સાથે ઘરમાં એકલો હતો. ત્યારે પોતાની સગી દીકરી સાથે દુષ્કર્મ અચાર્યું હતું .જોકે એક કલાક બાદ બાળકીની માતા ઘરે આવી ત્યારે બાળકી રડતી હતી જેથી બાળકીની માતા દ્વારા બાળકીને પૂછતાં બાળકીએ પોતાની સાથે બનેલી ઘટના માતાને વર્ણવી હતી. બાળકીએ જણાવ્યું હતું કે, પિતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. જોકે. બાળકીની વાત સાંભળી માતાના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. મહિલાએ વતનમાં રહેતા માતા પિતાને આ ઘટનાની જણકારી આપતા માતા પિતા વતનથી સુરત આવી પોંહચીયા હતા અને મહિલાએ માતા પિતાની મદદથી પતિ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તાત્કાલિક પિતાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે , આ ઘટનાને સાભળીને પોલીસ પણ એક વખત ચોકી ઉઠી હતી, કે સગા પિતાએ પોતાની સાત વર્ષની બાળકી સાથે દુસ્કર્મ આચર્યું છે.