પિતાએ તેની એક વર્ષની પુત્રીને ઈ-સિગારેટ આપી
નવી દિલ્હી, ધૂમ્રપાન કોઈના પણ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. સિગરેટના બોક્સ પર મોટા અક્ષરોમાં ચેતવણી લખેલી હોય છે. આમ છતાં લોકો ધૂમ્રપાન છોડતા નથી.
લોકો સિગરેટ, તમાકુનું સેવન કરીને પોતાનો જીવ જાેખમમાં મૂકતા રહે છે હવે બજારમાં ઈ-સિગરેટ પણ આવી ગઈ છે. આ સિગરેટ કોઈપણ રીતે બાળકો દ્વારા પીવા માટે નથી. હાલમાં જ સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક પિતા તેની પુત્રીને ઈ-સિગરેટ આપતા જાેવા મળી રહ્યા હતા.
આ વીડિયો ફેસબુક પર ઈન્ફોરોડબ્લોક નામના પેજ પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં એક વર્ષની બાળકીને મોઢામાં સિગરેટ આપવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે બાળકીએ મોંમાં ઈ-સિગરેટ ખેંચી અને નાકમાંથી ધુમાડો કાઢી નાખ્યો. જેણે પણ આ વીડિયો જાેયો તેનું લોહી ઉકળી ઉઠ્યું હશે. કોઈ માની ન શકે કે કોઈ વ્યક્તિ આટલો બેદરકાર કેવી રીતે હોઈ શકે.
છોકરીને ખ્યાલ પણ નથી આવતો કે તેના મોઢામાં કેટલી ખતરનાક વસ્તુ આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો આ વીડિયો મલેશિયાના સબાહનો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે આ છોકરીની ઉંમર એક વર્ષની નજીક હશે.
છોકરીને તેના માતા-પિતા દ્વારા જ ઈ-સિગરેટ પીવડાવવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પિતાએ છોકરીને સિગારેટ આપી અને માતા તેનો વીડિયો બનાવતી રહી. છોકરીએ મોઢામાંથી સિગરેટનો પફ લીધો અને તેના નાકમાંથી ધુમાડો નીકળ્યો.
બાળકના માતા-પિતા તેના પર ગર્વ કરતા જાેવા મળ્યા હતા. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જાેવામાં આવ્યો છે. લોકોએ તેના પર અનેક પ્રકારની કોમેન્ટ કરી. ઘણા લોકોએ માતા-પિતાની બેદરકારી બદલ તેમની ટીકા કરી. કિડ્સ હેલ્થના રિપોર્ટ અનુસાર ઈ-સિગારેટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. આમાં નિકોટિન એકદમ વ્યસનકારક છે.
બાળકોના શરીરમાં નિકોટિન પ્રવેશવાને કારણે તેમના મગજનો વિકાસ ધીમો પડી જાય છે. આ સાથે તેમની યાદશક્તિ પર પણ ખરાબ અસર પડે છે. જેના કારણે બાળકો ચિડાઈ જાય છે અને તેમનો મૂડ ખરાબ થવા લાગે છે. નિકોટિન માત્ર મૂડ પર જ નહીં પરંતુ બાળકોના શરીરની અંદર પણ ખૂબ જ ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં માતા-પિતા દ્વારા બાળકને ઈ-સિગારેટ આપવી એ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે.SSS