પિતાએ બહાર ફરવા જવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
રાજકોટ: રાજકોટના કુવાડવા ગામની જયવીર ધર્મેશભાઇ સોલંકીને તહેવારોની રજા હોવાથી મિત્રો સાથે ફરવા જવા માટે પોતાના ઘરે વાત કરી હતી જાે કે પિતાએ ના પાડતા ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું જાે કે પિતાએ કોરોના સ્થિતી ગંભીર હોવાના કારણે પુત્રને જવા માટેની ના પાડી હતી જાે કે પુત્રએ આપધાત કરતા પરિવાર પર આભ ફાટી પડયું છે પરિવારમાં તે એકનો એક પુત્ર હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કુવાડવામાં રહેતા જયવીર ધર્મેશભાઇ સોલંકી નામનો યુવાન ગઇકાલે ગામના મધરવાડા રોડ પર આવેલી વાડીએ ઝેરી જવા પી લીધી હતી તેણે સારવાર માટે ગોકુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જાે કે અહીં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતાં જેથી ગોકુલ હોસ્પિટલ દ્વારા કુવાડવા પોલીસને જાણ કરવામાં આવી હતી આથી પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી.
મૃતક યુવાન એક બેનથી નાનો અને માતા પિતાનો એકનો એક પુત્ર હતો પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે જયવીર રજામાં મિત્રો સાથે ફરવા જવા માટે જણાવ્યું હતું જાે કે કોરોનાને કારણે પિતાએ ના પાડતા તેને લાગી આવ્યું હતું જેથી આખરે તેણે આ પગલું ભર્યું હતું. પોલીસે આ અંગે યુવકની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.HS