પિતાએ લગ્ન માટે બે સગીર પુત્રીને ૮ લાખમાં વેચી દીધી
જયપુર, રાજસ્થાનના બારાં જિલ્લા ખાતે એક પિતાએ લગ્ન માટે ૮ લાખ રૂપિયા લઈને પોતાની ૨ સગીર દીકરીઓને વેચી દીધી હતી.
આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે સગીરાઓના પિતા ફૂલબડોદ નિવાસી બદ્રીલાલની ધરપકડ કરી લીધી છે. આ કેસ છીપાબડૌદ થાણા ક્ષેત્રનો છે.
બારાંના એસપી કલ્યામલ મીણાએ જણાવ્યું કે, ૨૨ ડિસેમ્બરના રોજ છિપાબડોદ થાણા ખાતે એક સગીરાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પિતાએ પૈસા લઈને તેના અને તેની નાની બહેનના લગ્ન કરાવી દીધા છે. ૧૩ નવેમ્બરના રોજ તેમના ઘરે ફૂલબડોદ નિવાસી બદ્રી મીણા અને વમાનપુરા નિવાસી સુરેશ નામનો એક વ્યક્તિ મારૂતિ વાન લઈને આવ્યા હતા. તે બંને બહેનોને વાનમાં ઉઠાવીને લઈ ગયા હતા. બદ્રી સતત તેનું શારીરિક શોષણ કરી રહ્યો હતો જ્યારે સુરેશે તેની નાની બહેનને ઘરે લઈ જઈને કેદ કરી દીધી હતી. સગીરાની ફરિયાદના આધારે પોલીસે સંબંધીત કલમો અંતર્ગત કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી મીનાએ તરત જ સીઓ છબડા પૂજા નાગરના સુપરવિઝન અને થાણાધિકારી છિપાબડોદ રવિન્દ્ર સિંહના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરી હતી. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને અપહ્યત સગીરા સાથે દુષ્કર્મના આરોપી બદ્રી મીણા અને સગીરાના પિતા બદ્રીલાલ મીણાની ધરપકડ કરી છે અને સુરેશ મીણા સહિતના અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સગીરાઓના પિતાએ બદ્રી મીણા પાસેથી ૩ લાખ અને સુરેશ પાસેથી ૫ લાખ રૂપિયા લઈને બંને દીકરીઓનો સંબંધ કરી દીધો હતો.SSS