પિતાએ લીધેલી લોન ચુકવવા હવે છાત્રા ઉપર મદદનો ધોધ

એલઆઈસી દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતું કે, લોન રિકવરીની નોટિસ કંપનીના નિયમોને આધારે મોકલાઈ
ભોપાલ, કોરોનાને કારણે અનાથ થયેલા ભોપાલના એક ધોરણ દસના ટોપર વિદ્યાર્થીને પોતાના દિવંગત પિતાએ લીધેલી હોમ લોનની રિકવરી માટે એલઆઈસી તરફથી નોટિસ મળતી હોવાની વાત સામે આવી હતી.
ત્યારપછી તો લોકો મોટી સંખ્યામાં તેની મદદ માટે આગળ આવ્યા. મધ્ય પ્રદેશ સરકારથી લઈને અન્ય લોકો અને ખાનગી કંપનીઓ સુધી સૌથી હાથ લંબાવ્યો.
એક અખબાર દ્વારા રવિવારના રોજ આ સમાચાર આપવામાં આવ્યા હતા કે, કઈ રીતે ભોપાલની આ વિદ્યાર્થિનીએ કોરોના કાળમાં માતા અને પિતા ગુમાવ્યા અને તેમ છતાં બોર્ડની પરીક્ષામાં ૯૯.૮ ટકા પરિણામ મેળવ્યું. પરંતુ લોનની ચૂકવણી માટે આવતી નોટિસો આ વિદ્યાર્થિની માટે મોટી સમસ્યા હતી.
રવિવારના રોજ એલઆઈસી દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતું કે, લોન રિકવરીની નોટિસ કંપનીના નિયમોને આધારે મોકલવામાં આવી હતી. પરંતુ હવે તેમને નોટિસ મોકલવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે ભોપાલના કલેક્ટર અવિનાશ લાવણિયાએ પણ પરિવારના સભ્યો સાથે વાતચીત કરી અને આશ્વાસન આપ્યું કે તંત્ર દ્વારા એલઆઈસી કર્મચારીઓ સાથે વાત કરવામાં આવશે
અને કઈ રીતે મદદ કરી શકાય તેની ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થિનીની ઉંમર ૧૭ વર્ષ છે અને તેનો એક નાનો ભાઈ પણ છે.
એક અખબારનો આ રિપોર્ટ સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થયો હતો અને દેશભરના લોકો મદદ માટે આગળ આવ્યા હતા. ઘણાં લોકોએ એવી સલાહ આપી કે,
આ પ્રકારની સ્થિતિમાં મૂકાયેલા વિદ્યાર્થીઓ માટે કોઈ પોલિસી હોવી જાેઈએ. ઘણાં લોકોએ આ વિદ્યાર્થિનીની લોન ચૂકવવાની અથવા તેણીના ભણતરનો ખર્ચો ઉપાડવનો પ્રસ્તાવપણ મૂક્યો હતો.
વિદ્યાર્થિની જણાવે છે કે, દેશભરમાંથી આવતી લોકોની મદદ જાેઈને હું ખુશ છું. મને આશા છે કે સરકાર અને લોકો તરફથી મળી રહેલા આ સહકારને કારણે હું આ મુશ્કેલીમાંથી બહાર આવી શકીશ.
વિદ્યાર્થિનીના મામા પ્રોફેસર અશોક શર્મા જણાવે છે કે, લોકો તરફથી મળી રહેલો પ્રેમ અને સહકાર અદ્દભુત છે. સવારથી લોકો મદદ માટે ફોન કરી રહ્યા છે. એલઆઈસી તરફથી લોન રિકવરીમાં રાહત મળે તો અમારા માટે તે મોટી મદદ હશે.
ઉલ્લેખનીય છે કે એલઆઈસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, કંપની તરફથી ૧૧મી એપ્રિલ ૨૦૨૨ના રોજ પત્ર લખીને પરિવારને જાણ કરવામાં આવી હતી કે તેમને હવે કોઈ નોટિસ મોકલવામાં નહીં આવે
અને લોન ક્લોઝ કરવા બાબતે પણ જરૂરી સહયોગ કરવામાં આવશે. પરંતુ વિદ્યાર્થિની અને તેના પરિવારે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, તેમને એલઆઈસી તરફથી આવો કોઈ પત્ર નથી મળ્યો.
એલઆઈસીના સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થિનીના પરિવારના લોકો ઓફિસ આવ્યા હતા અને બાળકોના માતા-પિતાના નિધન વિશે જાણકારી આપી હતી. એલઆઈસીએચએફએલ ઓફિસ તરફથી સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવવામાં આવી હતી
અને આશ્વાસન આપવામાં આવ્યુ હતું કે, આગળ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને પૂરતો સહયોગ કરવામાં આવશે. આ નિવેદનની સાથે જે પત્ર જાેડવામાં આવ્યો હતો તેમાં એપ્રિલ ૧૧ની તારીખ હતી, પરંતુ કોઈની સહી જાેવા નહોતી મળી.
જ્યારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, સામાન્યપણે એલઆઈસી હસ્તાક્ષર વાળા પત્રો નથી મોકલતી.
વિદ્યાર્થિની જણાવે છે કે, અત્યારે તે નોટિસ મોકલવાનુ બંધ કરી દે અને એકાદ વર્ષ પછી ફરીથી નોટિસ મળે તો? હું અત્યારે ધોરણ ૧૨માં અભ્યાસ કરુ છું. હું આઈઆઈટીમાં અભ્યાસ કરવા માંગુ છું અથવા તો યુપીએસસી ક્રેક કરવા માંગુ છું. તે મારા માતા-પિતાનુ સપનુ હતું. હું જીવનમાં આગળ વધવા માંગુ છું.SS2KP