પિતાએ સંપત્તી પાછી લેવાની ધમકી આપતા પુત્ર દ્વારા હત્યા

Files Photo
મેરઠ, વારસામાં મળેલી સંપત્તિ માટે પરિવારના સભ્યો એક લોહી હોવાનું ભાન ભૂલી જતા હોય છે. પરંતુ ઉત્તરપ્રદેશમાં બનેલી એક ઘટનામાં પિતાએ દીકરા પાસેથી સંપત્તિ પાછી લઈ લેવાની ધમકી આપી હોવાથી દીકરાએ પિતાની જ હત્યા કરાવી નાખી. આખરે પોલીસ તપાસમાં તેની કરતૂત ખુલ્લી પડી ગઈ અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના મેરઠમાં આવેલા ટીપી નગરમાં બનેલી ઘટનામાં હોસ્પિટલના માલિકની ગોળીઓ ધરબીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે યશપાલ ચૌધરીના મર્ડર કેસમાં ઊંડી તપાસ કરી તો એક સીસીટીવ ફૂટેજ મળી આવ્યું આ પછી શૂટર અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે હોસ્પિટલના માલિકની હત્યાના કેસમાં વધારે તપાસ કરતા યશપાલ ચૌધરીના દીકરાએ જ સંપત્તિ માટે બાપને મારવાનો પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ, મોટર સાઈકલ અને કપડા કબજે લઈને વધુ તપાસ શરુ કરી છે.
પોલીસને આ કેસમાં સીસીટીવીના આધારે સફળતા મળી છે. મેરઠના ટીપી નગરમાં ૩૦ જૂનની રાત્રે જ્યારે યશપાલ ચૌધરી સૂઈ ગયા હતા, ત્યારે અજાણ્યા લોકોએ તેમને ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી. પોલીસને આ મામલે સીસીટીવી ફૂટેજ મળ્યા જેની તપાસ કરતા હત્યારાઓનું પગેરું મળ્યું હતું.