પિતાના ફોનમાંથી ટેણિયાએ ભૂલથી ૯૨ હજાર ઉડાવી નાખ્યા
સિડની, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ૫ વર્ષના બાળકે પોતાના પિતાના ફોનથી આશરે ૯૨ હજાર રૂપિયાની શોપિંગ કરી નાખી. થયું એવું કે, બાળક એ સમયે ટેટરિસ નામની વિડીયો ગેમ રમી રહ્યો હતો, ત્યારે તેણે UberEats નામની એપ પર ભૂલથી આટલી મોંઘી આઈસક્રીમ ઓર્ડર કરી નાખી.
ધ સ્ટારમાં છપાયેલા એક સમાચાર મુજબ, બાળકે રમત રમતમાં ઉબર ઈટ્સના માધ્યમથી ગેલેટો મેસિના સ્વીટ્સ ટ્રીટ નામની દુકાનથી ૯૨ હજાર રૂપિયાનો સામાન ખરીદી લીધો.
આ એપ પર તેના પિતાના ઓફિસનું સરનામું રજીસ્ટર્ડ હતું. એટલા માટે બધો સામાન ત્યાં જ ડિલીવર કરવામાં આવ્યો હતો. દુકાનના માલિકે આ આખી ઘટનાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. સાથે તેમણે એ રસીદનો ફોટો પણ નાખ્યો છે, જેમાં બાળક દ્વારા ઓર્ડર કરવામાં આવેલ સામાનની લિસ્ટ હતી.
બાળકે ૭ કેક, ડલ્સે ડે લેશેના જાર, કેન્ડલ્સ, મેસિના જર્સી મિલ્કની ૫ બોટલો અને આઈસક્રીમ જેવી કેટલીય વસ્તુઓને ઓર્ડર લિસ્ટમાં નાખી હતી. તેમાંથી ૬૬ હજાર રૂપિયાની તો ફક્ત આઈસક્રીમ જ હતી! બાળકના પિતાને આ વાતનો જરા પણ ખ્યાલ ન આવ્યો કે તેમના દીકરાએ આવું કંઈક કર્યું હશે. તેમને આ વાતનો એ સમયે ખ્યાલ આવ્યો જ્યારે તેમના ફોન પર ેંહ્વીિઈટ્ઠંજ તરફથી મેસેજ આવ્યો કે તેમનો સામાન ડિલીવર થઈ ગયો છે.
ઓસ્ટ્રેલિયાની એક ન્યુઝ એજન્સીના મતે એ દિવસે બાળકના પિતાનો વીક ઓફ હતો અને તેઓ ઘરે હતા. જેવો મેસેજ આવ્યો, તેઓ તરત જ ઓફિસ પહોંચ્યા જેથી સામાન આમથી તેમ ન થઈ જાય. હવે આ ટિ્વટ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો આના પર મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો મજાક-મજાકમાં કમેન્ટ્સના માધ્યમથી એવી દલીલો કરી રહ્યા છે કે આ બાળક માટે શું સજા હોવી જાેઈએ. તો કેટલાક યુઝરે કહ્યું કે હવે બાળકના પિતાએ પોતાના ફોનનો લોક બદલી નાખ્યો હશે કે નહીં.SSS