પિતાના હત્યારા પુત્રને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી
પત્ની પિયર ગઈ હતી આથી માતા-પિતાએ તેણીને તેડી લાવવાનું કહેતા ઉશ્કેરાયેલા પુત્રએ હુમલો કરતા પિતાનું મોત થયું હતું
મોડાસા, ત્રણ વર્ષ અગાઉ વર્ષ ર૦૧૯માં અરવલ્લી જીલ્લાના વડાગામ ખાતે ઘરના ઝઘડામાં ઉશ્કેરાયેલા વૃધ્ધ માતા-પિતાને લાકડાના ધોકા વડે ઢોરમાર માર્યો હતો. આ કેસમાં ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ મોડાસાએ હત્યારા પુત્રને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીને કોર્ટે રૂા.ર૦૦૦-નો દંડ કર્યો હતો.
ધનસુરા તાલુકાના વડગામના નાનજીભાઈ વસાવા તેમના પત્ની સવીતાબેન નિવૃત્ત જીવન ગુજારતા હતા. ડમ્પરચાલક પુત્ર અશ્વિન વસાવાની પત્ની દોઢ માસથી પીયર ગયેલ હોઈ તેને તેડી લાવવા માતા-પિતાએ કહેતા આ મુદે અચાનક ઉશ્કેરાઈ જઈ ૩૮ વર્ષીય પુત્ર અશ્વિને પિતા સાથે ઝઘડો કર્યો હતો.
અને ગુસ્સામાં લાકડાનો ધોકો લઈ પિતાના બરડાના ભાગે ફટકારી લોહી લુહાણ કરી નાંખતા ૭ર વર્ષીય પિતા નાનજીભાઈ વસાવાનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું અને માતાને ધોકાથી માર મારી ઘાયલ કર્યા હતા.
લગ્ન પ્રસંગમાં મશ્કરી કરતા હુમલો કરાયો- મોડાસા તાલુકાના સાલમપુર ગામે લગ્નમાં આવેલા દંપત્તિ સાથે ગામના જ ઈશમે મશ્કરી કરી હતી તે બાબતે ઠપકો આપતા ઈસમે ઉશ્કેરાઈ જઈ હુમલો કરી દીધો હતો. બનાવમાં ચાર જણા સામે ફરીયાદ થઈ હતી.
તલોદના માધવગઢ ગામના કિંજલબેન સ્વરૂપસિંહ મકવાણાએ કરેલ ફરીયાદ મુજબ લગ્નપ્રસંગે ગામ સાલમપુરના ચિંતનભાઈ રમેશભાઈએ જાહેરમાં મશ્કરી કરતા તેમને મશ્કરી ન કરવા કહી ઠપકો આપતા ઝઘડો કર્યો હતો અને ગડદાપાટુનો માર માર્યો હતો.