પિતાની તબિયત સ્થિર હોવાની હિતુ કનોડિયાની સ્પષ્ટતા
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાના મોતના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જો કે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આને અફવા ગણાવી હતી. હિતુએ જણાવ્યું કે હાલ તેમની તબિયત સ્થિર છે. બે દિવસ પહેલા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નરેશ કનોડિયાના મોતની અફવા ઉડતા તેમના દીકરા હિતુ કનોડિયાએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.
૭૭ વર્ષીય નરેશ કનોડિયાની તબીયત નાજુક થતા અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ત્યાં સારવાર ચાલી રહી છે. નરેશ કનોડિયાના મોતની અફવા ઉડતા તેમના દીકરા હિતુ કનોડિયાએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, તમારી સૌની પ્રાર્થના કામ કરી રહી છે. મારા પપ્પા સ્ટેબલ છે અને યુ.એન મહેતામાં તમામ ડોક્ટર મળીને તેમની સંભાળ લઇ રહ્યા છે. બસ પ્રાર્થના કરો કે તેઓ સાજા થઇને હોસ્પિટલ બહાર આવે.
યુ.એન મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસ્વીર સામે આવી હતી. જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા
ખાસ કરીને અફવાઓ પર ધ્યાન આપવું જોઇએ નહી. લોકોને પણ અપીલ છે કે, આવી અફવાઓથી ન માત્ર દુર રહે પરંતુ આવી અફવાઓ પણ ન ફેલાવવામાં આવે. ૨૨ ઓક્ટોબરે યુ.એન મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસ્વીર સામે આવી હતી. જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. નરેશ કનોડિયાની હોસ્પિટલની તસ્વીર સામે આવ્યા બાદ કેટલાક ટીખળીખોરો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.