પિતાને દવાખાને લઈ જઈ રહેલા પહેલવાનનું મોત થયું
નવી દિલ્હી, હરિયાણાના ભિવાની જિલ્લાના લોહારૂ શહેરમાં ઓવર સ્પીડ જઈ રહેલી બોલેરો કાર અચાનક પલટી મારી જતાં એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે.
ડ્રાઇવરે ઓવર સ્પીડ બોલેરો કાર પરથી નિયંત્રણ ગુમાવતા તે પલટીઓ ખાવા લાગી અને તે રસ્તા કિનારે એક ઝાડને જઈને ટકરાઈ. આ દર્દનાક અકસ્માતમાં વેટલિફ્ટર પહેલવાનનું મોત થયું છે. મૃતક વેટલિફ્ટર પિતાને દવાખાને લઈ જઈ રહ્યો હતો ત્યારે તેમની બોલેરો કાર દુર્ઘટનાનો શિકાર બની.