પિતા અને ફૂઆએ ભેગા મળી માસુમ પુત્રી પર હુમલાનો પ્લાન બનાવ્યો
પાટણવાવ ગામે માસુમ પુત્રી પર સાવકા પિતા-ફૂવાનો નિર્લજ્જ હુમલો
ધોરાજી, ધોરાજીના પાટણવાવ ગામે સવા ત્રણ વર્ષની પુત્રી ઉપર સાવકા પિતા અને ફૂવાએ પેટમાં પાટા મારી ગુપ્ત ભાગે ચીટલા ભર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીેસે ગુનો નોંધીને બંન્ને આરોપીને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ધોરાજીના પાટણવાવ ગામે સવા ત્રણ વર્ષની બાળકી પુત્રી ઉપર સાવકા પિતા અને તેના સંબંધીએ જુલમ ગુજાર્યો હતો. બાળકીના પેટમાં પાટા મારી ગુપ્ત ભાગે ચીટલા ભર્યા હોવાનું ખુલતા ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
બાળકીની માતાએ પાટણવાવ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોક્સો સહિતની કલમો હેઠળ સાવકા પિતા ધર્મેશ ચુડાસમા અને તેના સંબંધી સંજય મુછળીયા સામે ગુનો દાખલ કર્યો હતો. આ તરફ ગુપ્તભોગે ઈજા પહોંચી હતી.જેથી બાળકીને રાજકોટની સિવિલ હોસ્પીટલમાં સારવારાર્થે દાખલ કરવામાં આવી હતી.
આ બનાવની ફરીયાદ મુજબ ૩૧ વર્ષીય પરિણીતાનો પ્રથમ પતિ દારૂની ટેવ ધરાવતો હોઈ તેણે ત્યાંથી છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં મૂળ તોરણિયાના પણ હાલ પાટણવાવ ગામે રહેતા ધર્મેશ પ્રવિણ ચુડાસમા સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. તા.૩૦-૧૦-ર૦ર૧ના રોજ છૂટાછેડા થયા પછી ત્રણેક માસથી પરિણીતા ધર્મેશ સાથે રહેતી હતી.
પરિણીતાને આગલા પતિથી એક દિકરી અને એક દિકરો હતા. જેેમાં દિકરો તેનો અગાઉના પતિ સાથે રહેતો હતો. જ્યારે ત્રણ વર્ષની દિકરી માતા સાથે રહેતી હતી આ દરમ્યાનમાં સાવકા પિતાને દિકરી ગમતી નહોતી. જે અણગમો હોવાથી આરોપી પિતા ધર્મેશ પ્રવિણ ચુડાસમા અને તેના કૌટુંબિક સગા સંજય ચીમન મુછળીયા (રહે.પાટણવાવ, તા. ધોરાજી)ના એ ત્રણ વર્ષની બાળકીને ઢોર માર માર્યો હતો.
બાળકીને ઢીકાપાટુનો માર મારવાની સાથે આરોપીઓએ પેટમાં લાતો મારી હતી અને વાસાના ભાગે તેમજ કપાળના ભાગે ઈજા પહોંચાડી હતી. એટલુ જ નહીં બંન્નેએ બાળકીને ગુપ્તભાગે ચીટલા ભર્યા હતા. જેથી બાળકીને ગુુપ્તભાગે ઈજા પહોંચી હતી.
બાળકીની માતાને જાણ થતાં તુરત તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસડવામાં આવી હતી. આ તરફ બાળકીની માતાએ ફરીયાદ નોંધાવતા પાટણ વાવ પોલીસ મથકના પીએસઆઈ વાય.બી.રાણાએ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.