પિતા-પુ્ત્રએ મકાનના પૈસા લઈ દસ્તાવેજ બનાવી નહી આપી, વતન રાજસ્થાન ભાગી ગયા
પુણામાં વેપારીને મકાનનો દસ્તાવેજ કરી નહી આપી રૂપિયા ૨૪.૭૯ લાખની છેતરપિંડી
સુરત, પુણા પાટીયા અભિષેક રેસીડેન્સીમાં રહેતા વેપારી સાથે મકાનના નામે રૂપિયા ૨૪.૭૯ લાખની ઠગાઈ થઈ છે. પડોશી અગ્રવાલ પિતા-પુત્રઍ મકાનના પૈસા પડાવી લીધા બાદ દસ્તાવેજ બનાવી નહી આપી વતન રાજસ્થાન ભાગી ગયા હતા. પોલીસે વેપારીની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.
પુણા પોલીસના જણાવ્યા મુજબ પુણા પાટીયા અભિષેક રેસીડેન્સીમાં રહેતા હરીશભાઈ દેવારામ પરીહાર (ઉ.વ.૩૨) વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. હરીશભાઈઍ ગઈકાલે અભિષેક રેસીડેન્સીમાં જ રહેતા અભિનવ જવાહરલાલ અગ્રવાલ અને તેના પિતા જવાહરલાલ અગ્રવાલ સામે ફરિયાદ નોîધાવી હતી.
જેમાં હરીશભાઈઍ જણાવ્યું હતું કે આરોપી અગ્રવાલ પિતા-પુત્રઍ સન ૨૦૧૭માં તેમના ફ્લેટનો સોદો કરી સાટાખત કરી આપ્યા હતા. મકાન પર લોન ચાલતી હોવાથી આરોપીઓઍ શરૂઆતમાં હરીશભાઈ પાસેથી લોનના બેન્કમાં જમા કરવાના બહાને રૂપિયા ૧૫,૫૦,૦૦૦ પડાવી લીધા હતા જાકે પૈસા બેન્કમાં જમા નહી કરાવી પોતાïના અંગત કામોમાં વાપરી નાંખ્યા બાદ બાકી હપ્તાના ટુકડે ટુકડે કરી રૂપિયા ૯,૨૯,૯૯૬ બેન્કમાં ભરાવડાવ્યા હતા.
આ રીતે અગ્રવાલ પિતા-પુત્રઍ કુલ રૂપિયા ૨૪,૭૯,૯૯૬ પડાવી લીધા બાદ મકાનનો દ્સ્તાવેજ કરી નહી આપી પોતાના વતન રાજસ્થાન ભિલવાડા ખાતે નાસી ગયો હતોï. બનાવ અંગે પોલીસે હરીશભાઈની ફરિયાદ લઈ અગ્રવાલ પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.