પિતા ૩ વર્ષની માસૂમ બાળકી પર પડતા જીવ ગુમાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/advt-western-2021b-1024x696.jpg)
૩ વર્ષીય અંબરલી પેનિંગટન-ફોલે પિતા સાથે સુપરનોવા રીંગ નામના સાધન દ્વારા ગ્રાઉન્ડ પર રમી રહી હતી
ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાનું પોતાની પુત્રી પર પડી જતા બાળકીનું મોત નીપજ્યું હતું. ૩ વર્ષીય અંબરલી પેનિંગટન-ફોલે પિતા રોબર્ટ ફોલે સાથે તેના ઘરની નજીકની ગ્રાઉન્ડ પર રમી રહી હતી, ત્યારે આ દુર્ઘટના બની હતી. અહેવાલ મુજબ, ૩ વર્ષીય અંબરલી પેનિંગટન-ફોલે તેના પિતા સાથે સુપરનોવા રીંગ નામના સાધન દ્વારા ગ્રાઉન્ડ પર રમી રહી હતી.
સુપરનોવા રીંગ સાથે રમતી વખતે, બાળકના પિતા રોબર્ટ ફોલેએ તેમનું સંતુલન ગુમાવ્યું અને આકસ્મિક રીતે તેઓ પોતાની પુત્રી પર પડી ગયા, જેના કારણે તેણીનું મોત નીપજ્યું. રિપોર્ટ અનુસાર, તેના પિતા તેના પર પડી ગયા બાદ બાળકીને માથામાં અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સિવાય તેના મગજ અને કરોડરજ્જુને પણ ઇજા થઈ હતી. ઈજા બાદ, બાળકીને નજીકના ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી,
પરંતુ તમામ પ્રયત્નો છતાં બાળકીને બચાવી શકાઈ ન હતી. અહેવાલ મુજબ, આ ઘટના બાદ બાળકીનો રંગ પીળો થઈ ગયો હતો અને હોસ્પિટલમાં લઈ જતાં તે બેભાન થઈ ગઈ હતી. સુપરનોવા પ્લે ઇક્વિપમેન્ટએ એક મોટું પૈડું છે. જેને જમીનથી ઉપર ખોલવામાં આવે છે. તેનો હાથનો ઉપયોગ કરીને અથવા દોડીને ફેરવવામાં આવે છે.