પિફિઝર વેક્સિનના ટ્રાયલના સારા પરિણામ, ૯૫ ટકા અસકારક
વોશિંગ્ટન: કોરોના વાયરસની ઘાતક મહામારીથી લોકોને બચાવવા માટે વેક્સીનની શોધમાં લાગેલી ફાર્મા કંપની ॅકૈડીિ ૈંહષ્ઠને ઘણા ઉત્સાહજનક પરિણામ મળ્યા છે. કંપનીએ કહ્યું છે કે, તેની વેક્સીન ૯૫ ટકા સુધી અસરકારક છે. તે સાથે જ કંપની અમેરિકામાં સૌથી પહેલા એફડીએની મંજૂરી માટે અરજી આપવા માટે થોડા દિવસમાં તૈયારી પૂરી કરી લેશે. વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલના ફાઈનલ એનાલિસિસના ડેટામાં આ સફળતા મળી છે. અમેરિકાની કંપની અને પાર્ટનરજીઈએ કહ્યું છે કે, તેમની વેક્સીનથી બધી ઉંમર અને સમુદાયના લોકોને સુરક્ષા મળી છે.
તેમની સુરક્ષાને લઈને પણ કોઈ ગંભીર સમસ્યા સામે નથી આવી. તે સાથે જ, અમેરિકાના એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) તરફથી ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મેળવવા માટે માપદંડને પાર કરી લીધો છે. વેક્સીનની ટ્રાયલ ૪૪ હજાર લોકો પર કરાયો હતો. ડેટામાં જણાયું કે, ૧૭૦ વોલન્ટિયર્સને કોવિડ-૧૯ થયો, જેમાંથી ૮ લોકો એવા હતા જેમને વેક્સીન આપવામાં આવી હતી અને ૧૬૨ને પ્લસીબો. વેક્સીનને બીમારીની ગંભીરતાને ઓછી કરી,
જ્યારે પ્લસીબો જૂથના ૧૦માંથી ૯ લોકોને ગંભીર બીમારી થઈ. ડેટામાં જણાવાયું છે કે, ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો પર વેક્સીન ૯૪ ટકાથી વધુ અસરકારક રહી. અત્યાર સુધીના આંકલનના આધારે માનવામાં આવી રહ્યું છે કે, વિશ્વભરમાં વેક્સીનના ૫ કરોડ ડોઝ ૨૦૨૦માં બનાવવામાં આવી શકે છે અને આગામી વર્ષના અંત સુધીમાં ૧.૩ અબજ ડોઝ તૈયાર કરવામાં આવી શકે છે. ચેરમેન અને સીઈઓ ડો. અલ્બર્ટ બોરલાનું કહેવું છે કે,
‘સ્ટડીના પરિણામોથી આ મહામારીના ખાતમા માટે વેક્સીન શોધવાના ૮ મહિનાના ઐતિહાસિક પ્રવાસમાં મહત્વના પડાવ પર પહોંચ્યા છીએ. અમે વિજ્ઞાનની ઝડપ પર આગળ વધવાનું ચાલુ રાખીશું અને અત્યાર સુધી મળેલા ડેટા એકત્ર કરી રહ્યા છીએ અને દુનિયાભરના રેગ્યુલેટર્સ સાથે શેર કરી રહ્યા છીએ. જે લોકોને વેક્સીન આપવામાં આવીહતી, તેમનામાં સારી અસર જોવા મળી અને ખાસ સાઈડ ઈફેક્ટ ન થઈ.
વધુ થાકની સમસ્યા ૩.૭ ટકા વોલન્ટિયર્સમાં બીજા ડોઝ પછી જોવામાં આવી, પરંતુ ૨ ટકાથી વધુ લોકોમાં માત્ર આ જ એક ગંભીર મુશ્કેલી જોવા મળી હતી. સ્ટડીના ડેટા મોનિટરિંગ કમિટીએ હજુ સુધી વેક્સીનના કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ વિશે જણાવ્યું નથી. કેટલાક વૃદ્ધ લોકોમાં વેક્સિનેશન પછી કેટલીક સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી. આ પહેલા ટ્રાયલનો ભાગ રહેલા વોલન્ટિયર્સે જણાવ્યું હતું કે, વેક્સીનની અસર હકીકતમાં કેવી રહી. વોલન્ટિયર્સે જણાવ્યું કે, વેક્સીન લીધા બાદ તેમને ‘હેંગઓવર’ જેવો અનુભવ થતો રહ્યો. તેમને માથામાં દુઃખાવો અને માંસપેશીઓમાં પણ દુઃખાવો રહ્યો, જેવું ફ્લુની વેક્સીનમાં થાય છે, પરંતુ તે બીજો ડોઝ લીધા બાદ વધુ ગંભીર હતો.
આ વેક્સીન બનાવનારી ટીમના લીડર સાયન્ટિસ્ટ ઉગૂર સાહિનનો દાવો છે કે, વેક્સીન વાયરસ પર કડક પ્રહાર કરશે ને મહામારીને નાબૂદ કરી દેશે. સાહિનનું કહેવું છે કે, વેક્સીનનો સમગ્ર ડેટા ત્રણ સપ્તાહમાં આવી શકે છે. તેમણે કહ્યું કે, તે કોવિડ-૧૯ને રોકી શકશે, પરંતુ શું તે ટ્રાન્સમિશનને રોકી શકશે કે નહીં, તેનો જવાબ હજુ મળ્યો નથી. સાહિને કહ્યું કે, વેક્સીન એક વર્ષ માટે સુરક્ષા આપશે અને દર વર્ષે એક બૂસ્ટરની જરૂર પડી શકે છે.