Western Times News

Gujarati News

પિરાણામાં ૧ હજાર ટન કચરામાંથી ૧પ મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવાના AMCના દાવા માત્ર પોકળ

(એજન્સી) અમદાવાદ, એએમસી દ્વારા ડીસેમ્બર, ર૦ર૧ના અંતે શહેરમાંથી ઉત્પન્ન થતાં અને કચરામાંથી દૈનિક ધોરણે ૧ હજાર મેટ્રીક ટન કચરામાંથી ૧પ મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવાના દાવા માત્ર પોકળ જ સાબિત થયા છે.

એએમસીના પૂૃવ કમિશ્નર મુકેશ કુમારે ટિ્‌વટ કરીને આ અંગે કરેલી જાહેરાતનું સૂરસૂરીયુ થઈ ગયુ છે. માત્ર મોટા અને ઠાલા વચનો આપીનેે પબ્લિસીટી મેળવતા રાજકારણીઓ ની જેમ આઈએએસ અધિકારી અને સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ પણ સસ્તી પ્રસિધ્ધિ મેળવવાની ભૂખ સંતોષતા હોવાનુૃ મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.

એએમસી ના તત્કાલીન કમિશ્નર મુકેશકુમારે તા.૧૬મી જૂન, ર૦ર૧ના રોજ પોતાના ટિ્‌વટ પર જણાવ્યુ હતુ કે પિરાણા નજીક તૈયાર થનાર પ્લાન્ટમાંથી વર્ષના અંતે ૧પ મેગાવૉટ વીજળી ઉત્પન્ન થશે.

આમ, આ પ્રકારની જાહેરાત કરાયાને ૬ મહિનાથી પણ વધુ સમય વીતી જવા છતાં આ પ્લાન્ટમાંથી વીજળી પેદા થઈ શકી નથી. પૂર્વ કમિશ્નરેે ટિ્‌વટર પર કરેલી આ જાહેરાતને સોલીડ વેસ્ટ ડાયરેક્ટર હર્ષદ સોલંકીએે પણ સમર્થન આપીને જણાવ્યુ હતુ કે વીજળી ઉત્પન્ન કરવા માટેની મશિનરી ઈન્સ્ટોલ કરાઈ છે અને ર૦ર૧ના અંત સુધીમાં આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે. પરંતુ કોઈ અગમ્ય કારણોસર આ પ્રોજેક્ટ હજુ સુધી હાથ ધરી રહેલ એબેલોન ક્લિન એનર્જી લીમીટેડ દ્વારા વિજળી ઉત્પન્ન કરવામાં આવી નથી.

એએમસી દ્વારા પિરાણા નજીક પીપીપી ધોરણે ઘન કચરામાંથી ૧પ મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવા માટે પ્લાન્ટ સ્થાપવા એબેલોન ક્લિન એનર્જી લીમીટેડને ૧૩ એકર જમીન આપવામાં આવી છે. આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થનાર વીજળી નેશનલ પાવર ગ્રીડમાં ફીડ કરાશે. અમદાવાદનેે ઝીરો વેસ્ટ સિટી બનાવવા અંગેની ગુલબાંગો પણ હકીકતમાં ‘ટાઈ ટાઈ ફીશ’ સાબિત થઈ ગઈ છે.

પિરાણાનો કચરાનો ડુંગર એએમસી માટે મોટી સમસ્યા બની ગયો છે. અને ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બહાને ખાનગી કંપનીઓને લાભ ખટાવવાનો કારસો કરાતો હોવાનું મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.