પિરાણા ડમ્પીંગ સાઈટ પરથી કચરો ખસેડવાનું શરૂ થયેલું કામ
ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આપેલ ‘ડેડલાઈન’ બાદ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મ્યુનિસિપલ કોર્પોરેશનને મારી લપડાક તથા એક વર્ષમાં પીરાણા ડમ્પીંગ સાઈટમાંથી કચરો ઉઠાવી લેવાના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી ગયુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટના ડીરેક્ટર હર્ષદ સોલંકીના જણાવ્યા અનુસાર એક શીફટમાં ૪૦ ટ્રોમેલ મશીન કામે લગાડ્યા બાદ પણ હાલમાં જે કચરાનો ડુંગર ખડો થયો છે ેતે હટાવતા બે વર્ષનો સમય લાગશે. તેમ છતાં ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશને અનુસરી કામ શરૂ કરવામાં આવ્યુ છે.
હાલમાં પીરાણાની જગ્યા ઉપર જે ડુંગર ખડો થયો છે તેની ઉંચાઈ છે પ૩ મીટર અને ૮૦ લાખ ટન જેટલો કચરો ભેગો થયો છે. જેમાં ૩પ ટકા બાંધકામનો કચરો, રપ ટકા પ્લાસ્ટીક વેસ્ટ છે. ૩૦ થી ૩પ એકરમાં પથરાયેલ કચરાના આ ડુંગરથી વર્ષોથી આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
પંરતુ મ્યુનિસિપલ સત્તાવાળાઓના બહેરા કાન પર રજુઆતો, ફરીયાદો અથડાતી નહોતી. આખરે ધી નશેનલ ગ્રીન ટ્રીબ્યુનલે લપડાક મારી ત્યારે કાન ઉઘડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જગ્યા પરથી કચરો દૂર કરવા માટેનું ‘ટેન્ડર મંજુર કર્યુ છે. જેમાં ૪૦ ટ્રોપેલ મશીન આ કચરો ખાલી કરવાનું કામ કરશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ ગઢવીએ જણાવ્યુ હતુ કે કચરો ખસેડવાનુ કામ સવારથી ૯ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી જ ચાલુ રહેશે. અને રોજનો ૧ર૦૦ મેટ્રીક ટન કચારો દૂર થશે. અને મહિને ૩.૬૦ લાખ કચરો દૂર થશે.
ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નરે વધુમાં જણાવ્યુ હતુ કે પીરાણા સાઈટ પરથી સંપૂર્ણ કચરો દુર કરવામાં આશરે બે વર્ષનો સમય લાગે તેમ છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના ડીરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યુ હતુ કે જા બે શીફટમાં કામ શરૂ કરવામાં આવે તો પીરાણા સાઈટ પર એકત્રિત થયેલ ૮૦ લાખ મેટ્રીક ટન કચરો ૧ર મહિનાની અંદર દૂર કરી શકાય તેઓએ જણાવ્યુ હતુ કે ૮૦ લાખ મેટ્રીક ટન નહીં પરંતુ ૬પ લાખ મેટ્રીક ટન હશે. ૪૦ ટ્રોપેલ મશીન સાથે ૧ સુપરવાઈઝ, તથા મજુરો હશે જે સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી કામ કરશે. આ ઉપરા ટ્રેક્ટર તથા ૪૦ પીઓકે લેન્ડ મશીન પણ મદદમાં હશે.