પિરામલ કેપિટલ બાકી રકમ વસૂલવા RNLને NCLTમાં ઢસડી ગઈ

મુંબઈ, પિરામલ કેપિટલ અને હાઉસિંગ ફાઇનાન્સે અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવર અને તેની રિલાયન્સ નેચરલ રિસોર્સિસ(આરએનઆરએલ) સહિતની પેટાકંપનીઓ સામે એનસીએલટીની મુંબઈ બેંચ બાકી રકમ વસૂલવા માટે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા અરજી કરી છે. પિરામલે ઈન્સોલવન્સી એક્ટની કલમ ૭ હેઠળ નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે.
સપ્ટેમ્બર ૨૦૨૧માં પિરામલ કેપિટલે ડીએચએફએલને રૂ. ૩૪,૨૫૦ કરોડમાં હસ્તગત કરી હતી. આ હસ્તાંતરણ પૂર્વે ઇદ્ગઇન્એ ડીએચએફએલપાસેથી લીધેલી રૂ. ૫૨૬.૧ કરોડની લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું હતું. પિરામલ કેપિટલે ડીએચએફએલના કેટલાક ડિફોલ્ટરો સામે વસૂલાત માટેની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.
આ અધિગ્રહણ બાદ પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સનું દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન સાથે મર્જર થયું છે અને પિરામલ કેપિટલ તમામ ડિફોલ્ટર્સ સામે કોર્ટનો સંપર્ક કરી રહી છે. યોગાનુયોગ પિરામલના પુત્ર આનંદ પિરામલના લગ્ન અનિલ અંબાણીની ભત્રીજી એટલેકે મોટા ભાઈ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી સાથે થયા છે.
આ વર્ષે ૨૭ જાન્યુઆરીના રોજ એનસીએલએટીએ ડીએચએફએલના લેણદારોની સમિતિને ડીએચએફએલની રૂ. ૪૫,૦૦૦ કરોડની વસૂલ કરી શકાય તેવી અસ્કયામતો માટે પિરામલ કેપિટલ દ્વારા માત્ર ૧ રૂપિયાની આકારણી પર ફેરવિચાર કરવા જણાવ્યું હતું. રિલાયન્સ પાવર અને આરએનઆરએલના ખાતા આ પોર્ટફોલિયોનો જ એક ભાગ છે.
પિરામલના ડેટ રિઝોલ્યુશન પ્લાન મુજબ આવા ડિફોલ્ટ એકાઉન્ટ્સમાંથી કોઈપણ ભાવિ વસૂલાત લેણદારોને નહીં પરંતુ માત્ર પિરામલને જ મળશે. આ શરત વિરૂદ્ધ ડીએચએફએલના જ એક લેણદાર ૬૩ મૂન્સ ટેક્નોલોજીએ પણ અરજી કરી હતી. મુંબઈ સ્થિત દેશની ટોચની હાઉસિંગ ફાઇનાન્સ કંપની ડીએચએફએલભારતીય લેણદારોને રૂ. ૯૦,૦૦૦ કરોડનું દેવું ચૂકવવામાં નિષ્ફળ જતાં પડી ભાંગી હતી અને નવેમ્બર ૨૦૧૯માં એનસીએલટીને ડેટ રિઝોલ્યુશન માટે મોકલવામાં આવી હતી.SSS